<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

સહારનપુરમાં ભાજપ નેતાએ પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી : બે બાળકોના ઘટનાસ્થળે જ મોત

પોલીસ ઘટનાસ્થળે પહોંચી આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી:લાઇસન્સવાળી પિસ્તોલ પણ જપ્ત

યુપીના સહારનપુરમાં એક હૃદયદ્રાવક ઘટના જોવા મળી છે. અહીં ધોળા દિવસે ભાજપ નેતાએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી પોતાની પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાંની સાથે જ બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પત્ની અને એક બાળકની હાલત ગંભીર છે. આરોપીએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી પત્ની અને બાળકોને ગોળી મારી દીધી અને પછી પોતે પોલીસ સ્ટેશન ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી અને તેની લાઇસન્સવાળી પિસ્તોલ પણ જપ્ત કરી લીધી હતી.

પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે, જ્યારે તેની પત્ની અને બાળકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે આખો મામલો ગંગોહ થાત્રા વિસ્તારના સંગાથેડાનો છે. મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના નેતા યોગેશ રોહિલાએ પોતાની પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી હતી. યોગેશ રોહિલાને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે યોગેશે તેની પત્ની અને ચાર બાળકોને ગોળી મારી દીધી. મળતી માહિતી મુજબ બાળકોના મોત થયા છે, પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સહારનપુરના એસએસપી રોહિત સિંહ સજવાનના જણાવ્યા અનુસાર આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે, જ્યારે ભાજપ નેતાની પત્ની અને એક બાળકની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે અને આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે, ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

 

(1:02 AM IST)