News of Sunday, 23rd March 2025
રોકડ વિવાદ : સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્મા કેસનો સંપૂર્ણ તપાસ અહેવાલ વેબસાઇટ પર અપલોડ કરાયો
તપાસ અહેવાલમાં CJI ને લખેલો તેમનો પત્ર, ફાયર વિભાગનો અહેવાલ અને ન્યાયાધીશ યશવંત વર્માનો જવાબ તેમજ કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ શામેલ છે

નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સાથે જોડાયેલા વિવાદમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય દ્વારા સુપરત કરાયેલ 25 પાનાનો સંપૂર્ણ તપાસ અહેવાલ તેની વેબસાઇટ પર અપલોડ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના તપાસ અહેવાલમાં CJI ને લખેલો તેમનો પત્ર, ફાયર વિભાગનો અહેવાલ અને ન્યાયાધીશ યશવંત વર્માનો જવાબ શામેલ છે. આ રિપોર્ટમાં કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ શામેલ છે.
તપાસ રિપોર્ટની સાથે, સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માનો જવાબ પણ જાહેર કર્યો. પોતાના જવાબોમાં, જસ્ટિસ વર્માએ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું છે કે આ સ્પષ્ટપણે તેમને ફસાવવા અને બદનામ કરવાનું કાવતરું લાગે છે. તેમણે કે તેમના પરિવારના કોઈ સભ્યએ ક્યારેય તે સ્ટોરરૂમમાં કોઈ રોકડ રકમ રાખી ન હતી. તેમણે કહ્યું કે તેઓ આ સૂચનની સખત નિંદા કરે છે કે કથિત રોકડ તેમની છે. જે રૂમમાં આગ લાગી હતી અને જ્યાંથી રોકડ મળી આવી હોવાનું કહેવાય છે તે એક આઉટહાઉસ હતું, મુખ્ય ઇમારત નહીં જ્યાં ન્યાયાધીશ અને તેમનો પરિવાર રહે છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ જજોની સમિતિની રચના કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ઉપાધ્યાયને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ હાલ પૂરતું જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપે. સીજેઆઈ જસ્ટિસ ખન્ના દ્વારા રચાયેલી સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનનો સમાવેશ થાય છે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
