<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

આધાર કાર્ડથી મોટા બેંકિંગ ફ્રોડના અંજામની શક્યતા :જ્યારે પણ OYO રૂમ અથવા હોટલ બુકિંગ દરમિયાન તમારી પાસેથી આધાર કાર્ડ માંગવામાં આવે, તો તમારે માસ્કડ આધાર કાર્ડ જ આપવું જોઈએ

માસ્કડ આધાર કાર્ડમાં આધાર કાર્ડના 8 આંકડા હાઈડ હોય છે એટલે કે લોકોને માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે આવી સ્થિતિમાં તમારો નંબર છુપાયેલો હોવાથી તમારી બધી વિગતો સુરક્ષિત થઈ જાય

નવી દિલ્હી તા.૨૩

 દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. બેંકમાં ખાતુ ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. તેના વગર ઘણા કામ અટકી શકે છે. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરવામાં આવે છે. હોટેલ અથવા OYO રૂમમાં જતા પહેલા લોકો પાસે આઈડી પ્રૂફ માંગવામાં આવે છે. આઈડી તરીકે મોટાભાગના લોકો આધાર કાર્ડ આપે છે. આવું કરવાથી તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. આની પાછળનું કારણ એ છે કે આધાર કાર્ડથી કોઈપણ તમારો ડેટા ચોરી કરી શકે છે. તો કેટલાક તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ પણ કરી શકે.

આધાર કાર્ડથી મોટા બેંકિંગ ફ્રોડને અંજામ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ OYO રૂમ અથવા હોટલ બુકિંગ દરમિયાન તમારી પાસેથી આધાર કાર્ડ માંગવામાં આવે, તો તમારે માસ્કડ આધાર કાર્ડ (Masked Aadhaar Card) જ આપવું જોઈએ. માસ્કડ આધાર કાર્ડમાં આધાર કાર્ડના 8 આંકડા હાઈડ હોય છે. એટલે કે લોકોને માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે. આવી સ્થિતિમાં તમારો નંબર છુપાયેલો હોવાથી તમારી બધી વિગતો સુરક્ષિત થઈ જાય છે.

માસ્કડ આધાર કાર્ડ એટલે શું?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડની જેમ જ માસ્કડ આધાર કાર્ડને પણ એક જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે, જેનો ઉપયોગ તમે આઈડી પ્રૂફ માટે કરી શકો છો. જણાવી દઈએ કે, માસ્કડ આધાર કાર્ડમાં આધાર નંબરના પ્રથમ 8 નંબર હાઈડ હોય છે, જેનો અર્થ એ છે કે લોકોને માત્ર છેલ્લા 4 અંક જ દેખાય છે. આવી સ્થિતિમાં તમારો નંબર છુપાયેલો હોવાથી તમારી બધી વિગતો સુરક્ષિત થઈ જાય છે. આ પછી કોઈ પણ તમારા આધાર કાર્ડના નંબરનો ખોટો ઉપયોગ કરી શકતું નથી. માસ્કડ આધાર કાર્ડ તમારા આધાર કાર્ડનું જ એક વર્ઝન હોય છે. તમે ટ્રાવેલ કરતી વખતે તેનો ઉપયોગ કરી શકો છે. કોઈપણ હોટલમાં બુકિંગ કરતી વખતે અથવા ચેક આઉટ કરતી વખતે વેરિફિકેશન દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય છે. એરપોર્ટ પર પણ માસ્કડ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે

માસ્કડ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

- સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ https:uidai.gov.in પર જાવ

- ત્યારબાદ હવે 'My Aadhaar'ના વિકલ્પ પર ક્લિક કરો.

- ત્યારબાદ હવે આધાર કાર્ડ નંબર દાખલ કરો અને પછી કેપ્ચા કોડ નાખો. ત્યારબાદ Send OTP વિકલ્પ પર ક્લિક કરો.

- આ પછી આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, જે તમારે ભરવાનો રહેશે.

- ત્યારબાદ તમારે ડાઉનલોડના વિકલ્પ પર સિલેક્ટ કરવું પડશે.

- ડાઉનલોડ વિકલ્પ પસંદ કરતાં જ તમને ચેકબોક્સમાં પૂછવામાં આવશે કે શું તમે માસ્કડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો. તમારે અહીં ટિક કરવાનું છે.

- ચેકબોક્સ પર ટિક કરીને સબમિટ કર્યા પછી માસ્કડ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે

પાસવર્ડથી સુરક્ષિત હશે આધાર કાર્ડ

- તમને જણાવી દઈએ કે માસ્કડ આધાર કાર્ડ પાસવર્ડથી સુરક્ષિત હશે.

- પાસવર્ડ માટે તમારે તમારા નામના પ્રથમ ચાર અક્ષર અને જન્મનો મહિનો અને વર્ષ ભરવું પડશે (ડેટ ઓફ બર્થનો મહિનો અને વર્ષ).

- વિગતો ભરતાં જ તમને તમારું માસ્કડ આધાર કાર્ડ દેખાવા લાગશે.

(2:08 PM IST)