તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં કોમનવેલ્થ દિવસ દર વર્ષે માર્ચ મહિનામાં યોજાય છે :રાજા કિંગ ચાર્લ્સ અને તેમના પરિવારના સભ્યો, તેમજ કોમનવેલ્થના 56 દેશોના મુખ્ય પ્રતિનિધિઓએ હાજરી આપી
સ્વામિનારાયણ ગાદીના મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. 1970માં આ વિશ્વ-પ્રસિદ્ધ બેન્ડની સ્થાપના કરી હતી જેની આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી

નવી દિલ્હી તા.૨૩
કોમનવેલ્થ દિવસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. કોમનવેલ્થના વડા કિંગ ચાર્લ્સ છે. આ દિવસનો મુખ્ય કાર્યક્રમ લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં યોજાય છે. જેમાં રાજા કિંગ ચાર્લ્સ અને તેમના પરિવારના સભ્યો, તેમજ કોમનવેલ્થના 56 દેશોના મુખ્ય પ્રતિનિધિઓ હાજરી આપે છે. તે પ્રસંગમાં મુખ્ય સ્વાગત આચાર્ય સ્વામી મહારાજના આશિર્વાદથી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે કર્યું હતું. સ્વામિનારાયણ ગાદીના મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. 1970માં આ વિશ્વ-પ્રસિદ્ધ બેન્ડની સ્થાપના કરી હતી. જેની આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી.
મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, સ્વામિનારાયણ મંદિર કિંગઝબરી - લંડન કે જે વિશ્વનું પ્રથમ ઈકો-ફ્રેન્ડલી હિન્દુ મંદિર તરીકે પ્રસિદ્ધ છે, તેનું એક વિશિષ્ટ કાર્ય છે.
તેમજ તે જ દિવસે બકિંગહેમ પેલેસમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નો પ્રારંભ કિંગ ચાર્લ્સની હાજરીમાં થયો હતો. તેમાં પણ મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડે બેટન રિલેના લોન્ચ કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ પ્રસંગે, કિંગ ચાર્લ્સ એ કોમનવેલ્થ ગેમ્સ 2026ની શુભ સરૂઆત રૂપે કાષ્ટના બેટનની અંદર મૂકવા માટે શાંતિ નો સંદેશો લખી અને મૂક્યો હતો અને તે બેટન સર ક્રિસ હોય ને સુપરત કર્યો હતો. હવે તે બેટન તમામ કોમનવેલ્થના દેશોમાં યાત્રા કરશે. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ સ્કોટિશ તેમજ ભારતીય ધૂનને રેલાવી હતી. આ સુરાવલી સામૂહિક હેતુની ભાવનાને સમાવીને કોમનવેલ્થ વ્યાખ્યાયિત કરે છે.
વધુમાં મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, બકિંગહામ પેલેસમાં આ અસાધારણ પ્રદર્શન કોમનવેલ્થ ડે સર્વિસ અને કોમનવેલ્થ ગેમ્સની ભવ્યતાને રેખાંકિત કરે છે. જે સંસ્કૃતિઓને જોડવામાં સંગીતની ભૂમિકાને પ્રકાશિત કરે છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
