તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
જેમને બર્ફીલા વિસ્તારોમાં વાહન ચલાવવાનો પૂરતો અનુભવ નથી, તેઓ વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખે! બરફમાં મજા કરો પણ કૃપા કરીને જીવન સાથે રમત ન રમો.”: કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ
ખીણમાં ખાબકવાનું જોખમ વધુ હોય છે ,એક વીડિયો કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ શેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી

નવી દિલ્હી તા.૨૩
પહાડી વિસ્તારોમાં વાહન ચલાવવું ખૂબ અઘરું છે એમાંય ઠંડા પ્રદેશમાં જ્યાં બરફ પડતો હોય ત્યાં રસ્તાઓ લપસણા હોય છે. ત્યાં કોઈ અનુભવી ડ્રાઈવર જ વાહન હાંકી શકે છે કારણકે ત્યા ખીણમાં ખાબકવાનું જોખમ વધુ હોય છે. આવો જ એક વીડિયો કેન્દ્ર મંત્રી કિરણ રિજ્જુએ શેર કર્યો છે.
આ વીડિયોમાં એક બસનો ડ્રાઈવર બસ રિવર્સ કરવા જાય છે તો આખી બસ ખીણમાં ખાબકે છે
વીડિયો શેર કરતા કિરણ રિજ્જુએ લખ્યું કે, “ફરી એકવાર હું એવા લોકોને સલાહ આપી રહ્યો છું કે જેમને બર્ફીલા વિસ્તારોમાં વાહન ચલાવવાનો પૂરતો અનુભવ નથી, તેઓ વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખે! બરફમાં મજા કરો પણ કૃપા કરીને જીવન સાથે રમત ન રમો.”
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
