<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

અયોધ્યા-કાશી પછી હવે મથુરાનો વારો : હેરિટેજ કોરિડોરની તૈયારી: વૃંદાવન સુધી લિંક એક્સપ્રેસ વે બનાવવામાં આવશે

યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના બીજા તબક્કાના માસ્ટર પ્લાનને ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી:યમુના ડેવલપમેન્ટ ઓથોરિટી વૃંદાવનને તેના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાની યોજના:વૃંદાવનને ગ્રેટર નોઈડા સાથે જોડવાની યોજના પર કામ તેજ

અયોધ્યા અને કાશી બાદ હવે મથુરામાં હેરિટેજ કોરિડોરની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ ઉપરાંત, બાંકે બિહારી મંદિરને યમુના એક્સપ્રેસવે સાથે જોડવા માટે છ કિલોમીટરના મિની લિંક એક્સપ્રેસ વેનું નિર્માણ પણ ટૂંક સમયમાં શરૂ થશે. યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના બીજા તબક્કાના માસ્ટર પ્લાનને ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી મળી ગઈ છે. યમુના ડેવલપમેન્ટ ઓથોરિટી વૃંદાવનને તેના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે અને વૃંદાવનને ગ્રેટર નોઈડા સાથે જોડવાની યોજના પર કામ તેજ થયું છે. આ ઉપરાંત અલીગઢ અને મથુરાના બ્યુટીફિકેશનનું કામ ઝડપી કરવામાં આવશે. આ નવા એક્સપ્રેસ વેની બંને બાજુ હેરિટેજ કોરિડોર બનાવવામાં આવશે

   આ સંદર્ભમાં, ઔદ્યોગિક વિકાસ વિભાગે યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાનને મંજૂરી આપતો આદેશ જારી કર્યો હતો. આ કોરિડોરમાં કન્વેન્શન સેન્ટર, આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, યોગ અને નેચરોપેથી સેન્ટર, બજેટ હોટેલ, રિસોર્ટ, હોસ્પિટલ, ઇલેક્ટ્રિક બસ ડેપો વગેરેનું નિર્માણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેરિટેજ સિટી હેઠળ કોરિડોરની બંને બાજુએ નંદગાંવ, બરસાના, ગોકુલ જેવા દ્વાપર કાળના ગામોનો વિકાસ કરવામાં આવશે. કોરિડોર બે માળનો હશે, જેમાં શૂ સ્ટેન્ડ, લગેજ સ્ટેન્ડ, પીવાનું પાણી, બાથરૂમ, મેડિકલ અને ચાઈલ્ડ કેર જેવી સુવિધાઓ હશે

  ઔદ્યોગિક વિકાસ વિભાગના મુખ્ય સચિવ આલોક કુમારે શનિવારે ટ્વિટર પર લખ્યું, 'અયોધ્યા અને કાશી પછી હવે મથુરાનો વારો છે! યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના બીજા તબક્કાના માસ્ટર પ્લાનને ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી મળી ગઈ છે. અલીગઢ અને મથુરા જિલ્લાઓને આનો ઘણો ફાયદો થશે! બાંકે બિહારી મંદિર એક્સપ્રેસ વેને ટૂંક સમયમાં યમુના એક્સપ્રેસ વે સાથે જોડવામાં આવશે.

  નવો લિંક એક્સપ્રેસ વે છ કિલોમીટર લાંબો હશે, જેમાં યમુનાની બંને બાજુના રસ્તા હશે. આ નવો લિંક એક્સપ્રેસવે યમુના એક્સપ્રેસ વે દ્વારા વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરને જોડશે. તેના નિર્માણથી ફરીદાબાદ, દિલ્હી અને ગુડગાંવથી આવતા પ્રવાસીઓ માટે વૃંદાવન પહોંચવામાં સરળતા રહેશે. લિંક એક્સપ્રેસ વેના નિર્માણમાં લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

 

 

(6:14 PM IST)