તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
બેરિકેડ તોડીને વિરાટ કોહલીને મળવા જવાની ઘેલછા ભારે પડી: ફેનને જેલની હવા ખાવી પડી
એક પ્રશંસક બેરિકેડિંગ તોડીને મેદાનમાં ઘુસ્યો અને કોહલીના પગે પડી ગયો હતો:સિક્યુરિટી ગાર્ડે આ ફેનને બહાર ફેંકી દીધો: હવે આ ફેનની કલમ 329 હેઠળ ધરપકડ

KKR vs RCB વચ્ચે 22 માર્ચે મેચ રમાઈ હતી. આ મેચ આરસીબીએ જીતી લીધી હતી. મેચમાં વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેન બેરિકેડ તોડીને વિરાટ કોહલી પાસે પહોંચ્યો હતો. આ પછી સિક્યોરિટી ગાર્ડે આ ફેનને મેદાનની બહાર ફેંકી દીધો. હવે આમ કરવું આ ફેન્સ માટે મોંઘુ પડી ગયું છે.
IPL 205ની પ્રથમ મેચ KKR vs RCB વચ્ચે રમાઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી. જ્યારે RCB મેચમાં બેટિંગ કરી રહ્યું હતું ત્યારે એક પ્રશંસક બેરિકેડિંગ તોડીને મેદાનમાં ઘુસ્યો હતો. ફેન વિરાટ કોહલીના પગે પડી ગયો હતો. આ પછી સિક્યુરિટી ગાર્ડે આ ફેનને બહાર ફેંકી દીધો. રેવ સ્પોર્ટ્સ અનુસાર, હવે આ ફેનની કલમ 329 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે આ મેચમાં 36 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. પહેલી જ મેચમાં શાનદાર બેટિંગ કરીને વિરાટે બતાવ્યું કે તે આગામી મેચોમાં આરસીબી માટે મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ મેચમાં વિરાટ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે લગભગ ચારે બાજુ ફટકાર્યા હતા.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 174/8 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 31 બોલમાં 56 રનની ઇનિંગ રમી, જેના જવાબમાં RCBએ 16.2 ઓવરમાં ટાર્ગેટ એચિવ કર્યો હતો. RCBએ IPL 2025માં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર શરૂઆત કરી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
