<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

હરિયાણામાં ઘરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કેસમાં ચોંકાવનારો વળાંક :પત્ની અને ત્રણ બાળકોની હત્યા બાદ પતિએ જ લગાવી ઘરમાં આગ

તેણે પણ આત્મહત્યા કરવાનો બનાવ્યો હતો પ્લાન: આરોપી હરિપાલે તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી હતી. આ પછી પેટ્રોલ છાંટીને ઘરને આગ લગાવી: સાળા અને બહેન પર મિલકત હડપ કરવાનો આરોપ

હરિયાણાના બહાદુરગઢના સેક્ટર-9માં એક ઘરની અંદર થયેલા પ્રચંડ વિસ્ફોટના કેસમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. અહીં ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઘરને આગ લગાવી દેવામાં આવી હતી. આરોપી હરિપાલે તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી હતી. આ પછી પેટ્રોલ છાંટીને ઘરને આગ લગાવી દેવામાં આવી હતી

પોલીસે ગુનાના સ્થળેથી એક ડાયરી કબજે કરી છે જેમાં 12 પાનામાં તેણે તેના સાળા અને બહેન પર મિલકત હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપી હરિપાલની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે બધી હત્યાઓની કબૂલાત કરી છે.

પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરોપી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો. કોરોના પછી ધંધામાં કંઈ ખાસ કમાણી થઈ નહીં અને ધંધો બરાબર ચાલ્યો નહીં જેના કારણે તેના પર ઘણું દેવું થઈ ગયું હતું. માનસિક રીતે અસ્વસ્થ આરોપીએ તેના પરિવાર સાથે આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી.

પત્ની અને બાળકોની હત્યા બાદ પોતે પણ ડરી ગયો હતો. હત્યા કરતા પહેલા આરોપી હરિપાલે તેની પત્ની અને ત્રણ બાળકોને નશીલા પદાર્થોની ગોળીઓ ખવડાવી હતી. આ કારણે પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા. બાદમાં આરોપી હરિપાલે ઘરને આગ લગાવી દીધી. આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


 

(7:02 PM IST)