તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ચારધામની યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં જબરો ઉત્સાહ :3 દિવસમાં 5 લાખથી વધુ ઓનલાઈન રજિસ્ટ્રેશન:જાણો કપાટ ક્યારે ખુલશે
ચાર ધામોના કપાટ ખુલવાની તારીખની જાહેરાત સાથે જ ઉત્તરાખંડ સરકારે તમામ તૈયારી શરૂ કરી: ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો આંકડો 5 લાખને પાર

ઉત્તરાખંડ ચારધામ યાત્રાના કપાટો ખુલવાની તારીખ જાહેર કરી છે. ચાર ધામોના કપાટ ખુલવાની તારીખની જાહેરાત સાથે જ ઉત્તરાખંડ સરકારે તમામ તૈયારી શરૂ કરી દીધી છે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો આંકડો 5 લાખને પાર થઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે યમુનોત્રી માટે 93,803, ગંગોત્રી માટે 96,445, કેદારનાથ માટે 1,66,576 અને બદ્રીનાથ ધામ માટે 1.55થી વધારે રજિસ્ટ્રેશન થયુ છે. હેમકુંડ સાહિબ માટે 5151 યાત્રીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શરૂઆતી ત્રણ દિવસમાં ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સંખ્યા 5.17 લાખ પહોંચી ગઈ છે.
ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે કપાટ ખુલવાની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ ખુલશે, જ્યારે ચમોલી જિલ્લામાં આવેલ બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે. ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી ધામોના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે હેમકુંડ સાહિબના કપાટ 25મી મેના રોજ ખુલશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
