<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ૩–૪ આતંકીઓ ઘેરાયા

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હિરાનગર વિસ્તારમાં સન્યાલ નામના ગામમાં રવિવારે ઇસ્લામિક આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩થી ૪ આતંકવાદીઓ આ વિસ્તારમાં ઘેરાઈ ગયા હોવાની આશંકા છે.

આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તેમજ સીઆરપીએફની ટીમો સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહી છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હોવાનું માનવામાં આવે છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ અથડામણ દરમિયાન ગોળીબારની આપ-લે ચાલુ છે. સ્થાનિક પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

(9:04 PM IST)