<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

કર્ણાટકના એક મંદિરમાં શ્રદ્ધાળુઓએ કર્યું અધધધ દાન: ગણતરી માટે 100થી વધુ પૂજારીને બેસાડ્યાં

રાઘવેન્દ્ર સ્વામી મઠમાં સો કરતાં વધારે પૂજારી દાનની રકમ ગણવા બેઠા

બેંગલુરુ: કર્ણાટકનું એક મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર છે. ચર્ચાનું કેન્દ્ર બનવાનું કારણ છે આ મંદિરને મળેલું દાન. રાયચુરના એક મંદિરમાં કુલ 3,48,69,621 રૂપિયા રોકડા, 32 ગ્રામ સોનું અને 1.24 કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરને લગતો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સો કરતાં વધુ પૂજારીઓ રાઘવેન્દ્ર સ્વામી મઠને આપેલા દાનની રકમ ગણતા જોવા મળે છે.

મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં રાઘવેન્દ્ર સ્વામી મઠમાં સો કરતાં વધારે પૂજારી દાનની રકમ ગણતા જોવા મળી રહ્યા છે. 16મી સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીની જન્મજયંતિ ઉજવવા માટે લાખો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હોવાથી છેલ્લા ૩૦ દિવસમાં મંદિરમાં આ દાન આપવામાં આવ્યું હતું.

મળી રહેલી વિગતો અનુસાર 16મી સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીની જન્મજયંતિની ઉજવણી નિમિતે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને તેના કારણે 30 દિવસમાં આપવામાં ચઢાવા તરીકે આ પૈસા એકઠા થયા હોવાનું કહેવાય છે

 

(9:54 PM IST)