તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
કેનેડાએ પર્મનેન્ટ રેસિડેન્સી માટે 7500 વિદેશી નાગરિકોને આમંત્રિત કર્યા :જાણો લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રૉનું પરિણામ
અગાઉ IRCCએ ફ્રેન્ચ ભાષા નિપૂર્ણતા શ્રેણીમાંથી 4,500 ઉમેદવારો પર્મનેન્ટ રેસિડેન્સી એટલે કે કાયમી નિવાસ માટે આમંત્રિત કર્યા હતા

કેનેડામાં ઇમિગ્રેશન બાબતોનું ધ્યાન રાખતો વિભાગ, ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા એક નવો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો જાહેર કર્યો છે. આ મહિને ફ્રેન્ચ ભાષા શ્રેણી-આધારિત આ બીજો ડ્રો છે. આ અગાઉ IRCCએ ફ્રેન્ચ ભાષા નિપૂર્ણતા શ્રેણીમાંથી 4,500 ઉમેદવારો પર્મનેન્ટ રેસિડેન્સી એટલે કે કાયમી નિવાસ માટે આમંત્રિત કર્યા હતા.
તાજેતરના આ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં સામેલ ઉમેદવારો પાસે સંપૂર્ણ કેનેડિયન પરમેનન્ટ રેસીડેન્સી (કેનેડા PR) અરજી સબમિટ કરવા માટે 60 દિવસનો સમય હશે. જો સમયમર્યાદા ચૂકી જાય તો અરજી માન્ય રહેશે નહીં.
CIC ટાઈમ્સના અહેવાલ પ્રમાણે લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો 21 માર્ચે યોજાયો હતો અને તેમાં 7,500 ઉમેદવારોને ફ્રેન્ચ ભાષાની નિપૂર્ણતાની શ્રેણી હેઠળ અરજી કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ડ્રો માટે જરૂરી ન્યૂનતમ કોમ્પ્રીહેન્સિવ રેન્કિંગ સ્કોર (CRS) 379 હતો.
ડ્રોનો પ્રકાર: ફ્રેંચ લેંગ્વેજ પ્રોફિશિયન્સી (વર્ઝન 1)
તારીખ અને સમય: 21 માર્ચ, 2025
સૌથી ઓછા ક્રમાંકિત આમંત્રિત ઉમેદવારનો CRS સ્કોર: 379
ઈશ્યુ કરાયેલા આમંત્રણોની સંખ્યા: 7,500
જરૂરી રેન્ક: 7,500થી વધારે
ટાઇ-બ્રેકિંગ નિયમ: 06 માર્ચ, 2025
જો એક કરતાં વધુ ઉમેદવારોનો સ્કોર સૌથી ઓછો હોય તો કટ-ઓફ તેમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ સબમિટ કરવાની તારીખ અને સમય પર આધારિત હશે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
