<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ઘોર કળિયુગઃ ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ, સાથે લઈ ગઈ ખાલી એક બાળક, કન્‍ફયૂઝનમાં છે પતિ

મહિલાનો પતિ બાળકોને લઈને પોલીસ સ્‍ટેશનના ચક્કર કાપી રહયો છે : તે એક જ વાત કરી રહયો છે કે પત્‍નિ પાછી લાવી આપો

બલિયા, તા.૨૪: સૌરભ-મુસ્‍કાનના કિસ્‍સાએ દેશભરના સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ ઘટના બાદ હવે બેવફા પત્‍નીઓના કેટલાય કિસ્‍સા સામે આવી રહ્‍યા છે. જોકે પતિને મારીને રસ્‍તા પરથી હટાવવા કરતાં એકબીજાના રસ્‍તા અલગ થઈ જાય એ સારું છે. યુપીના બલિયામાં એક મહિલાને પતિના મિત્ર સાથે દોસ્‍તી થઈ ગઈ. થોડા સમય સુધી બંનેએ પોતાનો સંબંધ છુપાવ્‍યો. પણ જ્‍યારે રહસ્‍ય ખુલ્‍યું તો બંને ભાગી ગયા. હવે પોલીસ પાસે પતિ પોતાની પત્‍નીને પાછી લાવી આપવા માટે આજીજી કરી રહ્‍યો છે.

આ ઘટના બલિયાના ચિતબડા ગામના માનપુર પિપરા ખુર્દ ગામની છે. અહીં રહેતા સત્‍યેન્‍દ્ર સાહનીની પત્‍ની તેની સાથે કામ કરતા એક શખ્‍સ સાથે ભાગી ગઈ. કહેવાય છે કે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્‍ચે પ્રેમ સંબંધ હતો. સત્‍યેન્‍દ્રના લગ્ન બાર વર્ષ પહેલાં થયા હતા. બંનેને ત્રણ બાળકો પણ છે. તેમાંથી બે દીકરા અને એક દીકરી છે. પણ મહિલા પોતાના પ્રેમી સાથે ભાગતી વખતે ખાલી એક બાળક પોતાની સાથે લઈ ગઈ છે. આ વાત પણ લોકોની વચ્‍ચે ચર્ચાનો વિષય બની છે.

સત્‍યેન્‍દ્રના જણાવ્‍યા અનુસાર, તેના લગ્ન બાર વર્ષ પહેલાં ગાજીપુરના નસરતપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. બંનેને ત્રણ બાળકો છે. સત્‍યેન્‍દ્ર એક ફેક્‍ટરીમાં કામ કરે છે. અમદાવાદની આ ફેક્‍ટરીમાં દેવરિયાનો એક યુવક પણ કામ કરતો હતો. તો વળી સત્‍યેન્‍દ્રની મુલાકાત આ યુવક સાથે થઈ ગઈ. બંને વચ્‍ચે ઓળખાણ એટલી વધી ગઈ કે તેની જાણ ખુદ સત્‍યેન્‍દ્રને પણ થઈ નહીં.

આમ તો મહિલાને ત્રણ બાળકો છે, પણ પ્રેમી સાથે ભાગતા પહેલાં તે ખાલી એક બાળક સાથે લઈ ગઈ. આ ઉપરાંત મહિલા ઘરમાં રાખેલા રોકડ રકમ અને ઘરેણાં પણ સાથે લઈ ગઈ. પતિએ પોલીસમાં પત્‍ની ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. તે ફક્‍ત પોલીસને પોતાના બાળકોની માતાને પાછી લાવવાની ભલામણ કરી રહ્‍યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે, જેથી મહિલાને શોધી શકાય

(10:49 AM IST)