<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

યે મેરા ઇન્‍ડિયાઃ એક હાથમાં સ્‍કૂટી અને બીજા હાથમાં ટ્રોલી બૅગ

 

નવી દિલ્‍હી, તા.૨૪: ભારતમાં ટૂ-વ્‍હીલર ચલાવતા લોકો જબરા જુગાડુ હોય છે. પોતાના ટૂ-વ્‍હીલર પર દુનિયાભરનો સામાન લઈને ફરવાની ફાવટ તેમને હોય છે. જોકે સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ભાઈ સ્‍કૂટીની સાથે મોટી રોલર્સવાળી ટ્રાવેલ બૅગ પણ ઢસડીને લઈ જઈ રહયા છે. તે એક હાથે સ્‍કૂટી ચલાવે છે અને બીજા હાથે ટ્રૉલી બૅગનું હેન્‍ડલ પકડેલું છે. જ્‍યારે તમારે મોટી ટ્રાવેલ બૅગ લઈને જવાની હોય અને સાથે કોઈ ન હોય તો શું કરવાનું? એ માટેનો આ દેશી જુગાડ કેટલો જોખમી બની શકે છે એની ચર્ચા સોશ્‍યલ મીડિયા પર થઈ રહી છે. જોકે હાઇવે પર આવો સ્‍ટન્‍ટ કોઈએ માત્ર રીલ બનાવવા માટે કર્યો છે કે ખરેખર કોઈ જુગાડુ માણસ જોખમ લઈને જઈ રહયો છે એ સ્‍પષ્ટ નથી થતું

(4:16 PM IST)