<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

યુકેમાં એક દિવસમાં ૫-૧૦ વાર નહીં ૪૦૦ વખત થયા વિજળીના કડાકા

ગ્‍લોબલ વોર્મિંગની અસરઃ આફત વરસી બ્રિટનના દક્ષીણ ઇંગ્‍લેન્‍ડ અને પૂર્વ મિડલેન્‍ડસમાં વાતાવરણ અચાનક પલટાયુઃ મુશળધાર વરસાદઃ પુરની સ્‍થિતિ

લંડન તા.૨૪: બ્રિટનના દક્ષિણ ઈંગ્‍લેન્‍ડ અને પૂર્વ મિડલેન્‍ડ્‍સમાં હવામાનમાં અચાનક આવેલા ફેરફારથી લોકોની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે. ૨૦ મિનિટથી એક કલાક સુધી ચાલેલા મુશળધાર વરસાદ, કરા અને ગાજવીજ તેમજ લગભગ ૪૦૦ વખત વીજળીના કડાકા સાથે, સમગ્ર વિસ્‍તાર હચમચી ગયો. ઘણા વિસ્‍તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્‍થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ કુદરતી આફત ગ્‍લોબલ ર્વોમિંગની અસરનું પરિણામ છે, અને ભવિષ્‍યમાં આવી આત્‍યંતિક હવામાન ઘટનાઓ વધી શકે છે. યુકેમાં દિવસ દરમ્‍યાન શનિવારે લગભગ ૩૦૦ થી ૪૦૦ વીજળીના કડાકા નોંધાયા હતા. નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું કે પળથ્‍વીની સપાટીની ગરમીમાં વધારો થવાને કારણે આટલી તીવ્ર વીજળી શકય બની હતી, જેના કારણે વાદળો ઝડપથી બન્‍યા હતા. દેશમાં ૧૯૭૨ પછીનો સૌથી ગરમ માર્ચ દિવસ પણ જોવા મળ્‍યો, જ્‍યારે તાપમાન ૨૧ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચ્‍યું હતું.

નેશનલ હાઈવેઝે જણાવ્‍યું હતું કે યોર્કશાયરમાં M18 મોટરવેના કેટલાક ભાગો શનિવારે અને વોરવિક નજીક M40 ના કેટલાક ભાગો રવિવારે પૂરને કારણે બંધ હતા. હવામાનશાષાી એલી ગ્‍લેઝિયરના જણાવ્‍યા અનુસાર, હળવા વાવાઝોડા લંડન અને બકિંગહામશાયરના કેટલાક ભાગોમાં ફસાયા હતા અને પૂર્વ મિડલેન્‍ડ્‍સથી દક્ષિણ લિંકનશાયર સુધી ફેલાઈ ગયા હતા. મોટાભાગે ૧૦ થી ૧૫ મીમી વરસાદ પડ્‍યો હતો, જેના કારણે સામાન્‍ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

પર્યાવરણ એજન્‍સીએ બ્રિટનના ૨૨ ભાગો માટે પૂરની ચેતવણી જારી કરી છે, જેમાં ઉત્તર હેમ્‍પશાયર, સેલિસ્‍બરી અને હર્ટફોર્ડશાયરનો સમાવેશ થાય છે. સતત ભારે વરસાદ અને વીજળીના કડાકાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે, અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. શનિવારે દિવસભર યુકેમાં વીજળી પડવાની લગભગ ૩૦૦ થી ૪૦૦ ઘટનાઓ નોંધાઈ હતી. આ અંગે હવામાન નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું કે પળથ્‍વીની સપાટી વધુ પડતી ગરમીને કારણે આટલી તીવ્ર વીજળી પડવી શકય બની હતી, જેના કારણે વાદળો ઝડપથી બન્‍યા અને પછી આવી કુદરતી કટોકટીની સ્‍થિતિ ઊભી થઈ હતી

(4:12 PM IST)