તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 24th March 2025
કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હોવાથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં હવે જેઠાલાલના મોઢેથી 'એ પાગલ ઔરત' ડાયલોગ ક્યારેય નહીં સંભળાય
શોમાં કેટલીક વખત દર્શકોને જેઠાલાલ અને દયાબેન વચ્ચેના મજાક દરમિયાન આ ડાયલોગ સાંભળવા મળતો હતો :આ ડાયલોગ ખૂબજ ફેમસ થઈ ગયો હતો

મુંબઈ તા.૨૪ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી દર્શકોનો મનપસંદ ટીવી શો છે. આ શોને આજે પણ દેશના મોટાભાગના ઘરોમાં જોવામાં આવે છે. રોજ નવા એપિસોડની સાથે લોકો જૂના એપિસોડ પણ જોવા પસંદ કરે છે. ત્યારે આ શોમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો એક ડાયલોગ 'એ પાગલ ઔરત' ઘણો ફેમસ થયો હતો. જે સોશિયલ મીડિયા પર મીમ પણ ઘણો વાયરલ થયો હતો. પરંતુ, હવેથી આ ડાયલોગ તમને શોમાં નહીં સંભળાય.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરતાં દિલીપ જોશીએ સૌરભ પંત સાથેના પોડકાસ્ટમાં આ ડાયલોગને લઈને વાત કરતાં કહ્યું કે, 'એ પાગલ ઔરત' ડાયલોગ મેં જાતે જ ઇમ્પ્રુવાઇઝ કર્યો હતો. સેટ પર એક પરિસ્થિતિ આવી હતી જ્યારે દયાએ આવી પ્રતિક્રિયા આપી હતી, તેથી દ્રશ્ય કરતી વખતે મારા મોંમાંથી આ વાત નીકળી ગઈ. આ ડાયલોગ એટલો ફેમસ થઈ ગયો કે, લોકોએ તેના મીમ બનાવી દીધા. શોમાં કેટલીક વખત દર્શકોને જેઠાલાલ અને દયાબેન વચ્ચેના મજાક દરમિયાન આ ડાયલોગ સાંભળવા મળતો હતો.
કેમ મૂકવામાં આવ્યો આ ડાયલોગ પર પ્રતિબંધ?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો આ પોપ્યુલર ડાયલોગ 'એ પાગલ ઔરત' હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યો કારણ કે, કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો. અભિનેતાએ પોડકાસ્ટમાં જણાવ્યું કે, એક મહિલા આંદોલનમાં ડાયલોડ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમને લાગ્યું કે આ મહિલાઓ માટે અપમાનજનક લાઈન છે. તે મહિલા મુક્તિ આંદોલન હતું કે કંઈક અને મને કહેવામાં આવ્યું હતું કે આ ડાયલોડ ફરી ક્યારેય ન બોલો.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
