<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

સરકારે લોકસભા ન ચાલવા દેવાનો નિર્ધાર કર્યો: પ્રિયંકા ગાંધીનો આરોપ

હોબાળા માટે બહાનાં શોધાય છે - ગૃહ ચલાવવાની ઇચ્છા નથી : કોંગ્રેસ સાંસદનો દાવો

નવી દિલ્હી, 24 માર્ચ 2025 : કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે લોકસભા વારંવાર સ્થગિત થઈ રહી છે અને એવું લાગે છે કે સરકારે ગૃહ ન ચાલવા દેવાનો નિર્ધાર કરી લીધો છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ગૃહ ચલાવવા માંગતી નથી અને હોબાળો મચાવવા માટે સતત કોઈને કોઈ બહાનું શોધી રહી છે.

ભાજપના સભ્યો કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમો માટે અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મુસ્લિમો માટે 4 ટકા અનામત આપવા બંધારણમાં સુધારો કરવાનું સૂચન કર્યું હતું. જોકે, શિવકુમારે આ દાવાને નકારતાં સ્પષ્ટ કહ્યું છે કે તેમણે ક્યારેય ધર્મ આધારિત અનામત માટે બંધારણમાં ફેરફારની વાત નથી કરી.

પ્રિયંકા ગાંધીએ સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું, "ઘણા દિવસોથી લોકસભા ચાલી નથી. સરકારે ગૃહ ચાલવા ન દેવાનું મન બનાવી લીધું હોય તેવું લાગે છે. તેઓ હંગામો મચાવવા માટે કોઈને કોઈ બહાનું શોધી કાઢે છે." આ નિવેદન તેમણે દિવસ દરમિયાન બીજી વખત લોકસભા સ્થગિત થયા બાદ આપ્યું હતું.

 

(5:16 PM IST)