<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

પીએમ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત : વિકાસ કાર્યોની ચર્ચા કરી

વડાપ્રધાને સાંસદની પુત્રી શ્રીજા સાથે સ્નેહપૂર્વક વાતચીત કરી: તેમણે શ્રીજાને આશીર્વાદ આપ્યા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમની પત્ની સુપ્રિયા ધવલ પટેલ, પુત્ર યુગમ પટેલ અને પુત્રી શ્રીજા પટેલ પણ હાજર રહ્યા હતા.

   વડાપ્રધાને સાંસદની પુત્રી શ્રીજા સાથે સ્નેહપૂર્વક વાતચીત કરી હતી. તેમણે શ્રીજાને આશીર્વાદ આપ્યા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. સાંસદ ધવલ પટેલે તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન વલસાડ લોકસભા ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. વડાપ્રધાને તેમની કામગીરીની પ્રશંસા કરી અને પ્રોત્સાહન આપ્યું હતું. બેઠક દરમિયાન મત વિસ્તારના આગામી વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વડાપ્રધાને આ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

(8:18 PM IST)