<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

લોકસભાએ વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી સંસદીય સમિતિના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપતા હવે આ સમિતિનો કાર્યકાળ સંસદના ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધીનો રહેશે

39 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પીપી ચૌધરી પાસે : ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુષ્મા સ્વરાજ અને સંબિત પાત્રા વગેરે સમિતિના સભ્યો : 27 લોકસભા અને 12 રાજ્યસભા સાંસદોનો સમાવેશ

નવી દિલ્હી તા.૨૫ :'    39 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પીપી ચૌધરી પાસે : ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુષ્મા સ્વરાજ અને સંબિત પાત્રા વગેરે સમિતિના સભ્યો : 27 લોકસભા અને 12 રાજ્યસભા સાંસદોનો સમાવેશમંગળવારે લોકસભાએ વન નેશન વન ઇલેક્શન  માટે રચાયેલી સંસદીય સમિતિના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપી. હવે આ સમિતિનો કાર્યકાળ સંસદના ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી રહેશે. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ લોકસભામાં સમિતિના કાર્યકાળમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેને ધ્વનિમત દ્વારા મંજૂરી આપવામાં આવી. 

લોકસભાના મહાસચિવે ગૃહને એ પણ માહિતી આપી કે રાજ્યસભાના એક નવા સભ્યને પણ સંસદીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. YSR કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વી વિજયસાઈ રેડ્ડીના રાજીનામા બાદ 39 સભ્યોની સમિતિમાં એક પદ ખાલી હતું. સમિતિના સભ્યો માનતા હતા કે તેમણે મોટી સંખ્યામાં હિસ્સેદારો સાથે પ્રસ્તાવિત કાયદાની ચર્ચા કરવી પડશે, તેથી સમિતિનું કાર્ય લાંબુ થવાની શક્યતા છે. આ જ કારણ છે કે સમિતિનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. 

સંસદીય સમિતિમાં 39 સભ્યોનો સમાવેશ 

ગયા વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં વન નેશન વન ઇલેક્શન માટેના બે બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલો છે - બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશો (કાયદા) સુધારા બિલ. આ બંને બિલનો હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે જરૂરી ફેરફારો કરવાનો છે. 12 ડિસેમ્બરના રોજ, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આ બિલોને મંજૂરી આપી. જોકે, લોકસભામાં વિરોધને ધ્યાનમાં રાખીને, તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ 39 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પીપી ચૌધરી કરી રહ્યા છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુષ્મા સ્વરાજ અને સંબિત પાત્રા વગેરે સાંસદો આ સમિતિના સભ્યો છે. સંયુક્ત સંસદીય સમિતિમાં 27 લોકસભા અને 12 રાજ્યસભા સાંસદોનો સમાવેશ થાય છે.

(4:24 PM IST)