<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

27 માર્ચથી શું રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા નિયમોમાં થશે મોટા ફેરફાર ?

વિવરણમાં સુરક્ષા અને પારદર્શિતા લાવવા નિયમોમાં બદલાવની તૈયારી

નવી દિલ્હી :સરકાર આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. ગરબી વર્ગના લોકો માટે સરકારે રાશન કાર્ડ જારી કર્યા છે, જેથી જરૂરીયાતમંદ લોકોને સસ્તા ભાવે અનાજ મળે છે. 27 માર્ચથી આ યોજનાના નિયમોમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ સિવાય ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા નિયમ પણ બદલાવાના છે. આ બદલાવનો ઉદ્દેશ્ય ગેસ સિલિન્ડર વિવરણમાં સુરક્ષા અને પારદર્શિતા લાવવાનો છે.

  રાશનકાર્ડ સંબંધિત નિયમોનો હેતુ રેશન પૂરું પાડવામાં પારદર્શિતા વધારવાનો છે. કાર્ડમાં પહેલો ફેરફાર ડિજિટલ રાશન કાર્ડના રૂપમાં કરવામાં આવી રહ્યો છે, જેનાથી રાશન વિતરણમાં વધુ પારદર્શિતા આવશે. આ ઉપરાંત વન નેશન વન રેશન કાર્ડ બનાવવામાં આવશે, જે સ્થળાંતરિત કામદારો માટે હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આના દ્વારા દેશના કોઈપણ ભાગમાંથી રાશન લઈ શકાય છે. ઓળખ ચકાસણી કરી શકાય તે માટે e-KYC કરવું જરૂરી રહેશે. છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ હશે કે બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત હશે, જે નકલી લાભાર્થીઓને રોકવામાં મદદ કરશે.

   ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા જરૂરી રહેશે. આ ઉપરાંત આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે લિંક કરવું પડશે. ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવશે. ગેસ સબસિડી અંગે પણ ફેરફારો કરી શકાય છે. મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાય છે. ગેસ સિલિન્ડરોમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે, જેના દ્વારા વિતરણ વિશે માહિતી મેળવી શકાશે.

  તાજેતરમાં જ આ નિયમોમાં ફેરફાર અંગે એક તારીખ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ હવે 27 માર્ચે ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(9:07 PM IST)