News of Wednesday, 26th March 2025
સાંસદો-ધારાસભ્યો સામેના ફોજદારી કેસોની પીઆઈએલ ટ્રાન્સફરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામે બાકી રહેલા ગુનાકીય કેસોની જનહિત અરજી (પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન)ને બીજી બેન્ચમાં ટ્રાન્સફર કરવાની વિનંતી નકારી કાઢી છે.
જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચે આ મામલો હાલની બેન્ચ સમક્ષ જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. વકીલે સ્પેશિયલ કોર્ટ્સ દ્વારા આવા કેસોની ઝડપી નિકાલની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને સ્વીકારી નહીં.
સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ મુજબ, દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે ૪,૫૦૦થી વધુ ગુનાકીય કેસો બાકી છે. કોર્ટે રાજ્ય સરકારોને આવા કેસોની પ્રગતિનો રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
