<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

શનિવારે અમાસના દિવસે શનિ ગ્રહ મીન રાશીમાં પ્રવેશ કરશેઃ ૩ જૂન ૨૦૨૭ સુધી શની ગ્રહ મીન રાશિમાં રહેશે

 

રાશિ પ્રમાણે ફળ કથનઃ ફાગણ વદ અમાસને શનિવાર તા.૨૯ માર્ચના રાત્રીના ૯-૪૯ કલાકે શનિ ગ્રહ મીન રાશીમાં પ્રવેશ કરશે અને ૩ જુન ૨૦૨૭ સુધી શનિ ગ્રહ મીન રાશીમાં રહેશે. નવ ગ્રહોમાં શનિની ગતિ સૌથી મંદ હોય છે. આથી જ શનિ આશરે અઢી વર્ષ સુધી એક રાશીમાં રહે છે. શનિ ગ્રહના મીન રાશીમાં પ્રવેશથી મકર રાશીના જાતકોને સાડાસાતી પુર્ણ થશે અને મેષ રાશીના જાતકોને સાડાસાતી શરૂ થશે. શનિ ગ્રહના મીન રાશીના પ્રવેશ સમયે ગોચરમાં ચંદ્ર મીન રાશીમાં છે. બાર રાશીના જાતકોને મીન રાશીનો શનિ શું ફળ આપશે તે જાણીએ.

(૧) મેષ (અ.લ.ઈ): મેષ રાશીના જાતકોને સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થશે માથેથી શનિ પસાર થશે. લોઢાના પાયે છે. આથી મહેનત વધારે કરવી. ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂર, ખોટી દોડધામથી બચવું જરૂરી બનશે. કોઈના ઝઘડામાં પડવું નહીં. મોટી લોન લેવી નહીં અને જો લેવી પડે તો આયોજનપૂર્વે લેવી. માથાનો દુખાવો, માથાની બીમારીની ફરિયાદ રહી શકે છે. દરરોજ ૫ વાર તથા ૭ વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા. શનિવારે હનુમાનજીના મંદિરે, શનિદેવના મંદિરે દર્શન કરવા જવું, ૩૨ શનિવારના એકટાણા રહેવા.

(૨) વળષભ (બ.વ.ઉ): વળષભ રાશીના જાતકોને મીન રાશીનો શનિ લાભ સ્‍થાનમાંથી પસાર થશે. એકંદરે પ્રગતિકારક ગણાય. જન્‍મના ચંદ્ર ઉપર શનિનની દૃષ્ટિ પડતા મન મોટું રાખવું, કાવાદાવામાં પડવું નહીં, કાવાદાવા કરવા નહીં, ગેસની બિમારી રહે, વિધાર્થીગણ માટે સારો સમય ગણાય, શનિ સપોર્ટ કરશે. વારસાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

(૩) મિથુન (ક.છ.ઘ): મિથુન રાશીના જાતકોને શનિ ગ્રહ કર્મ ભુવનમાંથી પસાર થશે. વ્‍યાપારમાં પ્રગતિ થાય, નોકરીમાં પ્રમોશનના યોગ બને, વ્‍યસનોથી દુર રહેવું જરૂરી બનશે, દાંપત્‍ય જીવનમાં મીઠાશ રાખવી જરૂરી, વિવાહ ઈચ્‍છુક યુવક-યુવતીને વિવાહમાં વિલંબ થઇ શકે છે.

(૪) કર્ક (ડ.હ): કર્ક ૨ાશીને ૨૯ માર્ચથી શનિની નાની પનોતીમાંથી રાહત મળશે. કર્ક રાશિના જાતકોની મીન રાશીનો શનિ ભાગ્‍ય ભુવનમાંથી પસાર થશે. જો જન્‍મનો શનિ તથા ગ્રહો સારા હશે તો ભાગ્‍ય બળમાં વધારો થાય, જીવનમાં લાભ મળવાની શકયતા ખરી, મહેનતનું ફળ સારૂ મળે, નાના ભાઈ-બહેનનો સાથ સહકાર રહી શકે છે. ધાર્મિક મુસાફરી થાય, પુજા પાઠ, જપ-તપમાં ધ્‍યાન આપવું, લાભ મળશે.

(૫) સિંહ (મ.ટ.):  સિહ રાશીના જાતકોને શનિની નાની પનોતી લોઢાના પાયે પસાર થશે. વારસાકીય પ્રશ્નોમાં વિલંબ થાય નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે તાલમેળ રખવો જરૂરી બનશે. વ્‍યાપારમાં પુરતું ધ્‍યાન આપવું જરૂરી બનશે. દરરોજ સુર્યને અર્ધ આપવું. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા, દર શનિવારે શનિદેવના મંદિરે જવું. ૩૨ શનિવારના એકટાણા કરવા.

(૬) કન્‍યા (પ.ઠ.ણ): કન્‍યા રાશીના જાતકોને શનિ ગ્રહ સાતમા સ્‍થાનેથી પસાર થશે. લગ્ન ઇચ્‍છુક યુવક-યુવતીઓને વિવાહમાં વિલંબ થઈ શકે છે. વિચારો ઉપર કાબુ રાખવો, જતુ કરવાની ભાવના રાખવી, ઘરમાં શાંતિભર્યું વાતાવરણ, ધાર્મિક વાતાવરણ રાખવું, ભાગીદારી વ્‍યાપારમાં સાવચેતી રાખવી.

(૭) તુલા (ર.ત):  તુલા રાશીના જાતકોને શનિ ગ્રહ છઠ્ઠા સ્‍થાનેથી પસાર થશે. શત્રુ દુર થાય. મોસાળ સાથે તાલમેલ રહે. વારસાકીય પ્રશ્નોનો ઉકેલ આવે. બચતોનું જોર રાખવું. નાના ભાઈ-બહેનો સાથે તાલમેલ રાખવો, મહેનત પુરતી કરવી.

(૮) વળશ્વિક (ન.ય): વળશ્વિક રાશીના જાતકોનો શનિની નાની પનોતી પુર્ણ થશે. જીવનમાં થોડી રાહત મળશે. દાંપત્‍ય જીવનમાં મધુરતા રાખવી, તાલમેલ રાખવો, જો ભાગીદારીમાં વ્‍યાપાર હોય તો સાવચેતીપુર્વક વ્‍યાપાર કરવાથી લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યો કરવા અથવા તેમાં સાથ સહકાર આપવો. આંખની તથા દાંતની બીમારી નો આવે તેનો ખ્‍યાલ રાખવો.

(૯) ધન (ભ.ફ.ઢ.ધ): ધન રાશીના જાતકોને શનિ સુખ ભુવનમાંથી પસાર થશે. નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે. ઘરમાં-પરિવારમાં શાંતિભર્યું વાતાવરણ રાખવું, વ્‍યાપાર નોકરીમાં પુરતુ ધ્‍યાન રાખવું, છુપા શત્રુ કોર્ટ કજીયાથી દુર રહેવું ધાર્મિક જીવન પસાર કરવું, ભક્‍તિ-કિર્તન કરવા લાભ થશે.

(૧૦) મકર (ખ.જ): મકર રાશીના જાતકોને શનિની મોટી પનોતી પુર્ણ થશે. જીવનમાં રાહત મળશે. મહેનતનું ફળ પુરતુ મળશે. જો જન્‍મના ગ્રહો સારા હોય તો ભાગ્‍યોદય થશે. ખોટા ખર્ચા કરવા નહીં. વિદ્યાર્થી લોકોએ વિઘા અભ્‍યાસમાં પુરતું ધ્‍યાન આપવાથી સારી સફળતા મળશે. વ્‍યસનોથી દૂર રહેવું.

(૧૧) કુંભ (ગ.શ.સ): કુંભ રાશીના જાતકોને શનિની મોટી પનોતીનો ત્રીજો તબકકો પગેથી પસાર થશે. જે રૂપાના પાયે હશે લક્ષ્મીદાયક છે. બેંક બેલેન્‍સમાં વધારો થવાની શકયતા ખરી. બચતોનું જોર રાખવું. જો વારસાગત કોઈ બીમારી હોય તો તેમાં સાવચેતી રાખવી, ધાર્મિક પુજા-પાઠ કરવાથી અથવા કરાવાથી જીવનમાં લાભ મળી શકે છે. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા.

(૧૨) મીન (દ.ચ.ઝ.થ): મીન રાશીના જાતકોને શનિની પનોતી છાતીએથી પસાર થશે. સોનાના પાયે છે. ચિંતાદાયક ગણાય, માનસીક બેચેની રહે, આરોગ્‍યનું ખાસ ધ્‍યાન રાખવું જરૂરી બને. મહેનત કરવાથી પુરતું ફળ મળે. જીવનમાં માન-સન્‍માન મળવાના યોગ ખરા, ખોટી ચિંતા કરવી નહીં, ખોટા વિચારો કરવા નહીં, કાવાદાવા કરવા નહીં, સારૂ ધાર્મિક વાંચન કરવું. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા, ગુરુ મંત્રના જપ કરવા, પનોતી પીડામાંથી રાહત મળશે.

ખાસ કરીને લોકોને નાની-મોટી પનોતી દરમિયાન ઉતાવડીયો નિર્ણય લઇ અને ભુલ કરતા હોય છે તે આખી જીંદગીભર ભોગવવું પડે છે. આથી જ પનોતી દરમિયાન કોઈ સારા વડીલની સલાહ લઇ અને દરેક મોટા કાર્યો કરવા અથવા સમય અંતરે સારા જ્‍યોતિષની સલાહ લઇ કુંડળી પ્રમાણે જે ગ્રહ પરિસ્‍થિતિ હોય તે પ્રમાણે આગળ વધવું. જેનાથી પનોતીની પીડા ઓછી થાય છે. પનોતીમાં કસોટી વાળો સમય શાંતિથી પસાર કરવો, ઘણીવાર પનોતી લાભપણ આપી જાય છે. ખાસ કરીને પનોતી દરમિયાન સારા-નરસાની ખબર પડે છે. પનોતી દરમિયાન શેરસટ્ટા રમવા નહીં. કોઈપણ જાતના ડરથી દુર રહેવું, આરોગ્‍યનું ધ્‍યાન રાખવું. ભક્‍તિમય જીવન પસાર કરવાથી પનોતીની પીડા ઓછી નડે છે. શનિની પનોતી દરમિયાન શનિવારે અળદ, પગરખા, કાળી ઓઢવાની ચાદર, કાળી છત્રીનું દાન કરવું. ગરીબોને ભોજન કરાવું, શનિના જાપ કરાવવાથી શનિની પનોતીમાંથી રાહત મળે છે.

ભારત દેશની કુંડળી પ્રમાણે શનિ ગ્રહ લાભ સ્‍થાનમાંથી પસાર થશે. જેથી ધાર્મિક ક્ષેત્રે દેશ પ્રગતિ કરશે. શનિની ત્રીજી દ્રષ્ટિ લગ્નમાં પડતા લોકોએ આરોગ્‍યનું ધ્‍યાન રાખવું જરૂરી બનશે. વિદ્યાભ્‍યાસ ક્ષેત્રે હજુ પણ નવા નિયમ આવી શકે છે. એક દેશ એક જ અભ્‍યાસક્રમ આવી શકે છે. ડોલર સામે રૂપિયો હજુ પણ નબળો પડવાની શકયતા ખરી. અનાજના ભાવમાં વધારો થઇ શકે છે. ખાસ કરી ને શનિ ગ્રહને ન્‍યાયના દેવતા માનવામાં આવે છે. આથી તમારી જન્‍મકુંડળી પ્રમાણે તમારા કર્મો પ્રમાણે શનિ ગ્રહ સારૂ નરસુ ફળ આપશે. પનોતી દરમિયાન કર્મો ચોખ્‍ખા રાખવા ખાસ જરૂરી આમ તો ભ્રષ્ટાચારથી આજીવન દુર રહેવું સારૂ ગણાય તેમાં પણ પનોતી દરમિયાન ભ્રષ્ટાચાર કરનાર અને કરાવનારથી ખાસ દુર રહેવું અને પોતે પણ ભ્રષ્ટાચાર કરવો નહીં. નહીંતર પનોતી દરમિયાન આજીવન પસ્‍તાવુ પડી શકે છે. (૩પ.૧ર)

શાસ્ત્રી  રાજદીપ જોષી (વૈદાંત રત્‍ન)

મો.૯૯રપ૬ ૧૧૯૭૭

(4:06 PM IST)