News of Wednesday, 26th March 2025
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા : બારામુલ્લામાં આતંકવાદીઓનું ઠેકાણું શોધ્યું :મળ્યા હથિયારો અને દારૂગોળો
ફ્યુઝ સાથેનો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), પ્લાસ્ટિક વિસ્ફોટકો, AK-47 ના 104 રાઉન્ડ, બે AK-47 મેગેઝિન, બે હેન્ડ ગ્રેનેડ સહિત અન્ય વસ્તુઓ મળી

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોને બારામુલ્લામાં એક આતંકવાદી ઠેકાણું મળ્યું છે, જ્યાંથી ઘણા બધા શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા છે. બારામુલા રાષ્ટ્રીય રાઇફલ્સ (46RR), બારામુલા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (53BN CRPF) દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આ સફળતા મળી હતી.
શોધખોળ દરમિયાન સુરક્ષા દળોએ શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં ફ્યુઝ સાથેનો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), પ્લાસ્ટિક વિસ્ફોટકો, AK-47 ના 104 રાઉન્ડ, બે AK-47 મેગેઝિન, બે હેન્ડ ગ્રેનેડ સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે બારામુલ્લા રાષ્ટ્રીય રાઇફલ્સ (46RR), બારામુલ્લા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (53BN CRPF) દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન બુધવારે બારામુલ્લાના નામ્બાલન વન વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. શોધખોળ દરમિયાન હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ફ્યુઝ સાથેનો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), પ્લાસ્ટિક વિસ્ફોટકો, AK-47 દારૂગોળાના 104 રાઉન્ડ, બે AK-47 મેગેઝિન, બે હેન્ડ ગ્રેનેડ, એક કોમ્બેટ પાઉચ અને બે બેગનો સમાવેશ થાય છે. વધુમાં જણાવાયું છે કે રિકવરી પછી શેરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
24 માર્ચે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગના સાંગલાન જંગલમાં આતંકવાદીઓનું એક ઠેકાણું શોધી કાઢ્યું હતું અને ત્યાંથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા. સોમવારે SOG અનંતનાગ, 19 RR અને CRPF દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આતંકવાદીઓના ઠેકાણામાંથી 200 ખાલી AK કારતૂસ, 2 ગેસ સિલિન્ડર, 1 ચાઇનીઝ ગ્રેનેડ, 1 નાઇટ વિઝન ડિવાઇસ, બેડિંગ અને એક્સપાયર થયેલા ફૂડ પેકેટ પણ મળી આવ્યા હતા.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
