News of Wednesday, 26th March 2025
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનું વિવાદાસ્પદ બેફામ નિવેદન, સનાતન ધર્મની ટીકા: પરિમલ નથવાણીએ આકરી ચેતવણી આપી
પોતાના સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવા આ સાધુઓ સનાતન દેવતાઓ કરતાં સ્વામિનારાયણ દેવોને મોટા ગણાવે છે, જે અસ્વીકાર્ય છે

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ પરિવારના વડીલ શ્રી પરિમલ નથવાણીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, સુરતના સ્વામિનારાયણ ગુરુકુળના એક સાધુએ ભગવાન દ્વારકાધીશ વિશે ખોટા અને આધારહીન નિવેદનો કર્યા છે.
તેમણે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મ અને તેના દેવતાઓની ટીકા કરવી દુઃખદ અને નિંદનીય છે. પોતાના સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવા આ સાધુઓ સનાતન દેવતાઓ કરતાં સ્વામિનારાયણ દેવોને મોટા ગણાવે છે, જે અસ્વીકાર્ય છે.
નથવાણીએ ચેતવણી આપી કે જો આવા નિવેદનો ચાલુ રહેશે તો સ્વામિનારાયણ સાધુઓ લોકોનો આદર ગુમાવશે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
