તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th March 2025
આઇપીએલ મેચમાં ચાહકો વચ્ચે છૂટાહાથની મારામારી : લાતો ઘુસ્તા અને મુક્કા માર્યા : ફેન્સ અંદરોઅંદર બાખડ્યા : જુઓ વિડિઓ
ઝપાઝપી દરમિયાન ખુરશી પર બેઠેલા વ્યક્તિએ બીજા વ્યક્તિને એટલી જોરથી લાત મારી કે તે દૂર પડી ગયો.

આઈપીએલ 2025માં હજારો ચાહકો તેમની મનપસંદ ટીમોની મેચ જોવા માટે મેદાનમાં પહોંચી રહ્યા છે. પરંતુ ક્યારેક ચાહકોનો ઉત્સાહ મોટા વિવાદમાં ફેરવાઈ જાય છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બારસાપારા સ્ટેડિયમમાં રમાયેલી 'રાજસ્થાન રોયલ્સ' અને 'કોલકાતા નાઈટ રાઈડર્સ' વચ્ચેની મેચ દરમિયાન ચાહકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. વાઇરલ વીડિયોમાં ચાહકો વચ્ચેની લડાઈ જોઈ શકાય છે. જોકે, એ સ્પષ્ટ નથી કે રાજસ્થાન રોયલ્સના ચાહકો વચ્ચે ઝપાઝપી થઈ હતી કે રાજસ્થાન અને કેકેઆરના ચાહકો વચ્ચે બબાલ થઈ હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમ ઝડપથી વિકેટ ગુમાવી રહી હતી. ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર ક્રીઝ પર હાજર હતા. આ મેચ દરમિયાન એક ચાહક સુરક્ષાને ટાળીને રિયાન પરાગને મળવા ગયો. આ ચાહક પરાગની સામે જમીન પર પડી ગયો, જેનો વીડિયો વાઇરલ થયો. તમને જણાવી દઈએ કે રાજસ્થાન-કોલકાતા મેચ દરમિયાન થયેલી ઝપાઝપી દરમિયાન ખુરશી પર બેઠેલા વ્યક્તિએ બીજા વ્યક્તિને એટલી જોરથી લાત મારી કે તે દૂર પડી ગયો.
Kalesh b/w RR fan's with RR fan's 🤣
— Dr.Gulati 2.0🩺 (@MIntrovert18) March 27, 2025
(Apne main hi lad gya bhai 🤣🤣)
KKR vs RR IPL match pic.twitter.com/Lovflh8enP
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
