તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th March 2025
નેપાળમાં લશ્કર રસ્તાઓ ઉપર ઉતર્યું: રાજાશાહીની માંગે ઉગ્ર સ્વરૂપ લીધું, કાઠમંડુમાં હિંસા ભડકી
પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના સમર્થનમાં રાષ્ટ્રધ્વજ સાથે દેખાવો: પાટનગરમાં અનેક સ્થળોએ કરફ્યૂ: ફ્લાઈટ્સ પર અસર:પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહના સમર્થનમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા: સમર્થકોનું કહેવું છે કે રાજાશાહી પાછી લાવવાથી જ દેશની સ્થિરતા અને હિન્દુ ઓળખ જળવાશે

નેપાળની રાજધાની કાઠમંડુમાં રાજાશાહી અને હિન્દુ રાજ્યની માંગને લઈને શુક્રવારે હિંસક અથડામણો થયા. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી ઝડપમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. દેખાવકારોએ પથ્થરમારો કર્યો અને વાહનો-ઈમારતોને આગ ચાંપી, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો.
છેલ્લા કેટલાક દિવસોથી નેપાળમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહના સમર્થનમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રાષ્ટ્રધ્વજ અને તેમની તસવીરો સાથે દેખાવો થઈ રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે રાજાશાહી પાછી લાવવાથી જ દેશની સ્થિરતા અને હિન્દુ ઓળખ જળવાશે.
હિંસાને પગલે નેપાળના ઘણા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. સેના અને પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે રસ્તાઓ પર ઉતરવું પડ્યું. કાઠમંડુ આવતી-જતી અનેક ફ્લાઈટ્સ રદ થઈ અથવા ડાયવર્ટ કરાઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભીડને તિતર-બિતર કરવા પોલીસની કાર્યવાહી જોવા મળી.
હિંસાનું સ્થળ અને પરિણામ
-
સ્થળ: કાઠમંડુ અને આસપાસના વિસ્તારો
-
પરિણામ: એકનું મોત, ઘણા ઘાયલ, વાહનો-ઈમારતોને નુકસાન
પ્રદર્શનકારીઓની માંગ
-
રાજાશાહીની પુનઃસ્થાપના
-
નેપાળને હિન્દુ રાજ્ય જાહેર કરવું
-
પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રને સત્તા સોંપવી
સુરક્ષા દળોની કાર્યવાહી
-
ટીયર ગેસના સેલ છોડ્યા
-
લાઠીચાર્જ અને ભીડને કાબૂમાં લેવાના પ્રયાસ
-
કરફ્યૂ લાગુ, સેના તૈનાત
નેપાળની અરાજકતા પાછળનું કારણ શું ? સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હાલની સરકાર પ્રત્યેનો અસંતોષ આ હિંસાનું મૂળ કારણ છે. ઘણા લોકો માને છે કે ૨૦૦૮માં રાજાશાહી નાબૂદ થયા બાદ દેશમાં સ્થિરતા નથી આવી, જેના કારણે રાજા જ્ઞાનેન્દ્રના સમર્થકો ફરી સક્રિય થયા છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
