તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th March 2025
ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો : સરકારે કોર્ટને નોટિસ ફટકારવા નિર્દેશ આપ્યો : જાણો શું છે મામલો
ગૌતમ અદાણી પર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ

નવી દિલ્હી :દેશના મોટા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન અને સ્થાપક ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે અમદાવાદ કોર્ટને ગૌતમ અદાણીને નોટિસ પાઠવવાનો નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં, અદાણી ગ્રીન અને એઝ્યુરે અમેરિકન રોકાણકારોના પૈસા રોકાણ કર્યા હતા, પરંતુ અદાણી પર કોન્ટ્રાક્ટ મેળવવા બદલ ભ્રષ્ટાચારનો આરોપ છે.
કાયદા મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ કોર્ટને પત્ર લખીને ગૌતમ અદાણીને ફરજિયાત સમન્સ અને નોટિસ બજાવવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું છે કે આ મામલો વિદેશી અદાલત સાથે સંબંધિત છે, તેથી તેનો ટૂંક સમયમાં ઉકેલ લાવવો જોઈએ.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમદાવાદ કોર્ટ ટૂંક સમયમાં ગૌતમ અદાણીને નોટિસ મોકલશે. કોર્ટે નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
