તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
‘‘મુખ્યમંત્રીજી મારી પત્નીને સજા અપાવો.''..મારી ઘરવાળીને ૪ બોયફ્રેન્ડ છેઃ જીવનો ખતરો ગણાવતા પતિ ધરણાં પર બેઠો
પત્ની મેરઠ જેવો હત્યાકાંડ કરી મારી હત્યા કરાવી શકે છે

ગ્વાલિયર તા.૨૯: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક શખ્સ પોતાની પત્નીથી જીવનો ખતરો ગણાવતા ધરણા પર બેસી ગયો. શખ્સે પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે સીએમ પાસે ન્યાયની ભીખ માગી છે. ધરણા પર બેઠેલા યુવકે એક આગળ પણ દેખાડ્યું. જેના પર લખ્યું હતું કે ‘‘મુખ્યમંત્રીજી મારી પત્નીને સજા અપાવો.''
આ યુવકનું નામ અમિત કુમાર સેન છે. તે ગ્વાલિયરના જનકપુરી વિસ્તારનો રહેવાસી છે. યુવકનું કહેવું છે કે તેની પત્નીને ચાર બોયફ્રેન્ડ છે. હાલમાં તે રાહુલ બાથમ નામના વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે. તેનું કહેવું છે કે તેની પત્ની મેરઠ જેવો હત્યાકાંડ કરી મારી હત્યા કરાવી શકે છે.
અમિતે આરોપ લગાવ્યો છે કે, તેની પત્ની અને પ્રેમીએ મળીને તેના મોટા દીકરા હર્ષની હત્યા કરાવી નાખી છે. નાનો દીકરો પણ પત્ની સાથે લઈ ગઈ છે. તેને આશંકા વ્યક્ત કરી છે કે મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડની માફક તેની પણ હત્યા કરાવી શકે છે. કારણ કે પત્નીનો પ્રેમી સતત તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
અમિતનું કહેવું છે કે, તેણે કેટલીય વાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પણ હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. તેનું કહેવું છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ફુલબાગ ચોક પર મુખ્યમંત્રી મોહન યાદવના પોસ્ટર સાથે ધરણા કરશે અને સુરક્ષાની માગ કરશે.
અમિતનું કહેવું છે કે, તેણે કેટલીય વાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પણ હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. તેનું કહેવું છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ફુલબાગ ચોક પર મુખ્યમંત્રી મોહન યાદવના પોસ્ટર સાથે ધરણા કરશે અને સુરક્ષાની માગ કરશે.
આ મામલાને લઈને જનકગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વીરેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલમાં આ પ્રકારની કોઈ ફરિયાદ આવી નથી. જો ફરિયાદ પહેલા નોંધાવી છે તો તેની તપાસ થશે. આ મામલા પર પોલીસે આશ્વાસન આપ્યું છે કે ફરિયાદ મળતા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.(૩૮.૭)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
