<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ડાબર તેની મેસ્વાક અને તુલસી હર્બલ ટૂથપેસ્ટના લેબલ્સ પરથી "એન્ટીબેક્ટેરિયલ" હોવાનો દાવો પાછો ખેંચશે: બોમ્બે હાઈકોર્ટને આપી બાયંધરી

કોર્ટે ડાબરની બાંયધરી સ્વીકારી: જોકે ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે જોખમી ન હોવાનું સ્વીકારાયું. 1લી જૂનથી 'એન્ટી-ઇન્ફ્લેમેટરી' અને 'એન્ટી-બેક્ટેરિયલ' અને 'એનલજેસિક' શબ્દો રહેશે નહીં.

મુંબઈ : ડાબર ઈન્ડિયા લિમિટેડે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે તે તેના બે ટૂથપેસ્ટ ઉત્પાદનો, ડાબર મેસ્વાક ટૂથપેસ્ટ અને ડાબર હર્બ1 એન્ટી-બેક્ટેરિયલ ટૂથપેસ્ટ તુલસીના લેબલમાંથી "એન્ટી-ઈન્ફ્લેમેટરી," "એન્ટી-બેક્ટેરિયલ," અને "એનલજેસિક" જેવા શબ્દો જૂન 2025 થી પાછી ખેંચી લેશે. [ડાબર ઈન્ડિયા લિમિટેડ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય]

આ દાવાઓની કાયદેસરતા અંગે મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણી અને અદ્વૈત એમ. સેઠનાની બેન્ચે 26 માર્ચે ડાબરની બાંયધરી સ્વીકારી અને આ સંદર્ભમાં ડાબરની અરજીનો નિકાલ કર્યો છે.

"અરજદાર વતી આપવામાં આવેલ નિવેદન કે અરજદાર ઉત્પાદન 'ડાબર મેસ્વાક ટૂથપેસ્ટ' અને 'ડાબર હર્બલ એન્ટી-બેક્ટેરિયલ ટૂથપેસ્ટ તુલસી' માં જૂન 2025 થી અનુક્રમે 'એન્ટી-ઇન્ફ્લેમેટરી' અને 'એન્ટી-બેક્ટેરિયલ' અને 'એનલજેસિક' શબ્દો રહેશે નહીં, તે કોર્ટને આપવામાં આવેલી બાંયધરી તરીકે સ્વીકારવામાં આવે છે," બેન્ચે જણાવ્યું હતું.

આ મામલો 29 જાન્યુઆરીના રોજ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર દ્વારા ડાબરને તેમના ટૂથપેસ્ટના લેબલમાં ફેરફાર કરવા અને કાયદાકીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવેલા આદેશથી ઉદભવ્યો હતો.

આદેશમાં કહેવામાં આવ્યું હતું કે લેબલ પર કરવામાં આવેલા દાવા કાયદેસર રીતે ખોટા હતા, જોકે તેમાં સ્વીકારવામાં આવ્યું હતું કે ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે જોખમી નથી. ડાબરને પ્રતિબંધિત સ્ટોક રિલીઝ કરતા પહેલા લેબલ્સમાં સુધારો કરવાની સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ ડાબરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

કાર્યવાહી દરમિયાન, ડાબર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રવિ કદમે જણાવ્યું હતું કે કંપની સ્વેચ્છાએ વિવાદિત શબ્દોનો ઉપયોગ બંધ કરશે અને લેબલ્સ અને પેકેજિંગમાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ડાબરે પુષ્ટિ આપી કે ડિઝાઇન, પ્રિન્ટિંગ અને વિતરણ સહિતની વિગતવાર પ્રક્રિયાને અનુસરીને, નવા લેબલ્સ જૂન 2025 સુધીમાં ચલણમાં આવશે.
કોર્ટે ડાબરની બાંયધરી સ્વીકારી અને ઠરાવ્યું કે વિવાદિત ઉત્પાદનો 31 મે સુધી વેચી શકાય છે પરંતુ 1 જૂન પછી વિવાદિત લેબલો સાથે તેનું માર્કેટિંગ કરી શકાશે નહીં.

અરજદાર વતી ANM ગ્લોબલના નિર્દેશનમાં વરિષ્ઠ વકીલ રવિ કદમ અને વકીલો વૈભવ ભૂરે, સ્નેહા નાનંદકર, પલ્લવી ઠાકુર અને મુકુલ ભગતાણી હાજર રહ્યા હતા. રાજ્ય તરફથી વધારાના સરકારી વકીલ પીજે ગવ્હાણે પણ હાજર રહ્યા.

 

(1:48 PM IST)