તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ભુકંપની સ્થિતીઃ ઉડતી નજરે

મ્યાનમારઃ હજારો લોકોના મોતની આશંકા વ્યકત કરાઇ છે. ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે બચાવ કામગીરી મંદ પડી હતી. જેથી ચોકકસ આંકડા બહાર નથી આવ્યા. થાઇલેન્ડના બેંગકોક ટાવર ધરાશાયી થવાથી ઓછામાં ઓછા પ૦ થી ૧૦૦ લોકોના મોતની શકયતા, જો કે સતાવાર પુષ્ટિ બાકી છે. રાત્રે ૧ર સુધી કુલ મૃત્યુઆંક ર૦૦ થી ૩૦૦ આસપાસનો મનાય છે.
કુલ અનુમાનીત મૃત્યુઆંકઃ મ્યાનમાર અને થાઇલેન્ડ મળીને ૧૦૦૦ થી ર૦૦૦ સુધીની આશંકા, પરંતુ આંકડો અનધિકૃત છે અને રાત્રે ડેટા અપડેટ થયો નથી.
મેજર બનાવોની ઝલક બેંગકોકમાં ટાવર ધરાશાયીઃ એક બહુમાળી ઇમારત ધ્વસ્ત થતા મોટી સંખ્યામાં લોકો ગુમ થયા, બચાવ કામગીરી ચાલુ.
થાઇલેન્ડમાં એરપોર્ટ બંધઃ ભુકંપની અસરથી રનવેને નુકશાન, ફલાઇટસ રદ થતા હજારો મુસાફરો અટવાયા.
મ્યાનમારમાં તબાહીઃ ગામડાઓમાં મકાનો ધ્વસ્ત, રસ્તાઓ અને સંચાર વયવસ્થા ખોરવાઇ, રાહત કામગીરીમાં વિલંબ.
પાડોશી દેશોમાં અસરઃ ભારત, ચીન અને બાંગ્લાદેશમાં હળવા આંચકા, પરંતુ મોટુ નુકશાન નહીં.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
