<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

તમે મહિલાઓની આવી બાઇક રેલી ક્યાંય નહીં જોઈ હોય, મુંબઇમાં ગુઢીપાડવા નિમિત્તે શોભાયાત્રા નીકળી

મુંબઇઃ ગુઢીપાડવા નિમિત્તે આજે મુંબઈમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બળાત્કાર અટકાવોનું પોસ્ટર પણ મહિલાઓના હાથમાં જોવા મળ્યું હતું.
ગિરગાવમાં શોભાયાત્રા નીકળી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પરંપરાને ધ્યાનમાં રાખતાં મહિલાઓએ બાઇક રેલી યોજી હતી.
પુરુષોએ અને મહિલાઓએ પારંપરિક વસ્ત્રો સાથે માથે સાફો બાંધ્યો હતો.

ગિરગાંવની જાણીતી ગુઢીપાડવાની શોભા યાત્રા આજે 30 માર્ચના રોજ ગિરગાંવના ફડકે વાડી ગણપતિ મંદિરથી સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. બાઇકને પણ ફૂલોથી સજાવવામાં આવી હતી ઢોલ તાશા અને ધ્વજ સહિત લોકનૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું.
નાની બાળાઓએ જાણીતાં મરાઠી વ્યક્તિત્વનો વેષ પણ ધારણ કર્યો હતો. જ્યારે બાઇક રેલીઓ શેરીઓમાંથી પસાર થાય છે ત્યારે અનોખો માહોલ સર્જે છે.શોભાયાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકોએ પરંપરાગત વેષ ધારણ કરીને ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
આ તહેવાર નવા વર્ષની શરૂઆત માટે ઉજવાય છે. લોકો આજે આશીર્વાદ મેળવવા માટે મંદિરોની મુલાકાત લે છે. ઘરમાં, પરિવારો રંગબેરંગી ફ્લોર સજાવટ અને ખાસ ગુઢી સાથે ધ્વજ લહેરાવે છે. જેમાં ફૂલો, કેરી અને લીમડાના પાંદડાઓની માળા પહેરાવવામાં આવે છે.
આ શોભાયાત્રા સમગ્ર મુંબઈમાં ઠેર ઠેર યોજાય છે. જેમાં ઢોલ તાશા અને અન્ય ઉજવણીની પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે.

(3:32 PM IST)