હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુરોપના અવકાશ કાર્યક્રમને મોટો ઝટકો, માત્ર 40 સેકન્ડમાં રોકેટ પૃથ્વી પર તૂટી પડ્યું, ભીષણ આગ લાગી
યુરોપના ઉપગ્રહ પ્રક્ષેપણ કાર્યક્રમને આગળ વધારવા માટે નોર્વેના આર્ક્ટિક એન્ડોયા સ્પેસ પોર્ટથી આ રોકેટ લોન્ચ કરાયું હતું

યુરોપના અવકાશ પ્રોજેક્ટને મોટો આંચકો લાગ્યો છે. જર્મનીની બાવેરિયન ઇસાર એરોસ્પેસ કંપનીનું સ્પેસ રોકેટ ઉડાન ભર્યાના માત્ર 40 સેકન્ડ પછી જમીન પર તૂટી પડ્યું. દુર્ઘટનાને કારણે સ્પેસ રોકેટમાં ભારે આગ લાગી ગઈ. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
યુરોપના ઉપગ્રહ પ્રક્ષેપણ કાર્યક્રમને આગળ વધારવા માટે નોર્વેના આર્ક્ટિક એન્ડોયા સ્પેસ પોર્ટથી આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટનું વજન એક મેટ્રિક ટન હતું અને તેને નાના અને મધ્યમ કદમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઉડાન ભર્યાના માત્ર 40 સેકન્ડમાં, રોકેટ ક્રેશ થયું અને જમીન પર પડતાં જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુરોપથી અવકાશ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વીડન અને બ્રિટન સહિત ઘણા દેશોએ આ મિશનમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રોકેટ ક્રેશ પછી પણ, ઇસાર એરોસ્પેસ કંપનીએ મહત્વપૂર્ણ ડેટા મેળવ્યો છે, જે ભવિષ્યના મિશનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઇસાર એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ ડેનિયલ મેટ્ઝલરે રોકેટ લોન્ચ પહેલાં કહ્યું હતું કે દરેક ફ્લાઇટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અમને અનુભવ આપે છે અને અમને ડેટા મળે છે. ૩૦ સેકન્ડની ઉડાન પણ ખૂબ જ સફળ રહેશે. જોકે, કંપનીને આશા હતી કે આ રોકેટ અવકાશ સુધી પહોંચી શકશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
