<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

મારો પતિ નામર્દ છે, રોજ તેની મમ્‍મી સાથે સાથે સૂઈ જાય છેઃ લગ્નના ૧૦ વર્ષમાં ખાલી બે વાર સંબંધ બાંધ્‍યા

યૂપીમાં મેરઠ કાંડ બાદ મુઝફ્‌ફરનગરમાં પણ ચર્ચિત પત્‍ની તરફથી પતિને કોફીમાં ઝેર આપી દેવાના મામલામાં નવો વળાંક સામે આવ્‍યો

ગાજિયાબાદ તા.૩૧: યૂપીમાં મેરઠ કાંડ બાદ મુઝફ્‌ફરનગરમાં પણ ચર્ચિત પત્‍ની તરફથી પતિને કોફીમાં ઝેર આપી દેવાના મામલામાં નવો વળાંક સામે આવ્‍યો છે. જેમાં અનુજની પત્‍ની પિન્‍કીનો એક વીડિયો ગાજિયાબાદથી વાયરલ થયો છે. પિન્‍કીએ પોતાના પતિને ઝેર ન આપવાની વાત કહેતા આખો ઘટનાક્રમ વિસ્‍તારથી જણાવ્‍યો અને પોતાના પતિ પર કેટલાય ગંભીર આરોપ લગાવ્‍યો.

પિન્‍કીનું કહેવું છે કે અનુજ સાથે ૨ વર્ષ લગ્ન થયા, જ્‍યારે અનુજે અત્‍યાર સુધી તેની સાથે બે જ વાર શારીરિક સંબંધ બાંધ્‍યા. નામર્દ છે કે મર્દ, મને નથી ખબર. રોજ રાત્રે તેની મમ્‍મી સાથે સૂઈ જતો હતો. આ ઉપરાંત પણ પિન્‍કીએ અનેક આરોપ લગાવ્‍યો છે. તેણે આ સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્‍યું છે.

પિન્‍કી શર્મા આજે શનિવારે ગાજિયાબાદ મહિલા પોલીસ સ્‍ટેશન પહોંચી હતી. તેણે આ દરમિયાન કહ્યું કે, ‘‘મારા લગ્ન અનુજ શર્મા સાથે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ થયા હતા. ૨ વર્ષ લગ્નને થઈ ગયા, આ દરમિયાન તે ખાલી ૨ વાર મારી સાથે રૂમમાં સૂતો હતો. મારો પતિ મર્દ છે કે નથી, તેની મને ખબર નથી, તેને કયાંક બહાર ચક્કર છે કે નહીં, તેની સાથે જ્‍યારે પણ સંબંધ બાંધવાની વાત કરું છું તો તે ના પાડી દેતો હતો.''

જણાવી દઈએ કે, પિન્‍કી શર્મા પર પોતાના પતિ સૌરભને કોફીમાં ઝેર આપવાનો આરોપ લગાવ્‍યો છે. તેના પર પિન્‍કીએ સ્‍પષ્ટતા કરતા કહ્યું કે, ૅતે એક દૂધની થેલી લઈને આવ્‍યો હતો અને કોફીનું પાઉચ લઈને આવ્‍યો હતો. જે મારા રૂમમાં બેડ પર રાખ્‍યું હતું. જે બાદ મેં ૨ કોફી બનાવી. એક તેને આપી જે ગરમ હતી, એટલા માટે વાસણમાં ઠંડી કરવા લઈ ગઈ. જ્‍યાં સુધી અનુજ કોફી પીતો, બાદમાં મેં કોફી પીધી. ત્‍યાર બાદ અનુજ બહાર નીકળી ગયો. રાત્રે ૧૧.૩૦ કલાકે પોલીસ મારા ઘરે આવે છે અને જોર જોરથી પિન્‍કી પિન્‍કી અવાજ લગાવે છે.

અવાજ સાંભળીને હું ઉઠી અને મેં પૂછયું શું થયું તો પોલીસે મને કહ્યું કે, તમે તમારા પતિને ઝેર આપી દીધું? જે બાદ મેં તેમને કહ્યું કે, તમે શું બોલી રહ્યા છો, એ તો કોફી પીને શાહરુખ ભૈયા સાથે દવા લેવા ગયો હતો, કારણ કે તેનું બીપી હાઈ હતું. મેં તેને કહ્યું પણ હતું બીપી હાઈ છે તો કોફી કેમ પી રહ્યા છો, તો કહ્યું ના કોફી બનાવી દે.

પિન્‍કીએ આગળ જણાવ્‍યું કે, મેં કોઈ ઝેર આપ્‍યું નથી, આ વાત ખોટી છે. તેણે મને ફસાવવા માટે કાવતરું રચ્‍યું છે . પિન્‍કીએ એવું પણ કહ્યું કે, તે તેની મમ્‍મી સાથે સૂતા રહે છે, મારી સાથે નહીં.(૩૮.૩)

(9:55 AM IST)