News of Monday, 31st March 2025
નરેન્દ્રભાઈએ મન કી બાતમાં ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની શુભેચ્છા પાઠવી
ગઈકાલે ૧૨૦માં એપિસોડમાં PM મોદીએ ફિટનેસ અને ફિટ રહેવાનો પણ ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી, તા.૩૧: નરેન્દ્રભાઈએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમના ૧૨૦મા એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત' કાર્યક્રમના ૧૨૦મા એપિસોડમાં દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, આજે ખૂબ જ શુભ દિવસે મને તમારી સાથે ‘મન કી બાત' શેર કરવાની તક મળી છે.
આજે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થઈ રહ્યો છે.
PM મોદીએ કહ્યું, આજે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ઉગાદીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આસામમાં રોંગાળી બિહુ, બંગાળમાં પોઇલા વૈશાખ, કાશ્મીરમાં નવરેહ આપણા વૈવિધ્યસભર દેશના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવશે. ૧૩ થી ૧૫ એપ્રિલ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ઉજવણી થશે.
આ અંગે ઉત્સાહનો માહોલ છે અને ઈદનો તહેવાર પણ આવી રહ્યો છે. એનો અર્થ એ કે, આ આખો મહિનો તહેવારો અને ઉજવણીઓથી ભરેલો રહે છે. હું આ તહેવારો પર દેશના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
PM મોદીએ ફિટનેસ અને ફિટ રહેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું, દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમે લોકોને ખૂબ પ્રેરણા આપી છે, ઉત્સાહથી ભરી દીધા છે. ફિટ ઇન્ડિયા કાર્નિવલનું આયોજન પહેલી વાર એક નવીન વિચાર તરીકે કરવામાં આવ્યું હતું.
વિવિધ વિસ્તારોમાંથી લગભગ ૨૫ હજાર લોકોએ તેમાં ભાગ લીધો હતો. તે બધાનો એક જ ધ્યેય હતો - ફિટ રહેવાનો અને ફિટનેસ વિશે જાગળતિ ફેલાવવાનો. (રર.૧૩)
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
