<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

વિયેતનામમાં સ્‍કોડા કુશાક અને સ્‍લેવિયાનું એસેમ્‍બલીંગ કરવાના પ્‍લાન્‍ટનો પ્રારંભ કર્યો

સ્‍કોડા ઓટો અને પ્રાદેશિક ભાગીદાર, રોકાણકાર, થાન્‍હ કોંગ ગ્રુપએ

રાજકોટઃ સ્‍કોડા  ઓટો અન પ્રાદેશિક ભાગીદાર અને રોકાણકાર થાન્‍હ કોંગ ગ્રુપ દ્વારા સ્‍કોડા સ્‍લેવિયા અને કુશાક કારની એસેમ્‍બલી માટે ૨૬ માર્ચના રોજ વિયેતનામમાં નવા ઉત્‍પાદન પ્‍લાન્‍ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્‍યો છે.  ભારતમાંથી કુશાક એસયુવીની કમ્‍પ્‍લીટલી નોક્‍ડ ડાઉન (સ્‍કોડા) કીટ્‍સની આયાત કરીને અને તેને સ્‍થાનિક રીતે એસેમ્‍બલીંગ કરતા સ્‍નકેડી ભૌગૌલિક એકરૂપતા પર મદાર રાખી રહી છે. આ ઉત્‍પાદન પ્રોગ્રામ સ્‍લેવિયા સેડાનને સમાવી લેવા માટે ઉનાળામાં વિસ્‍તરણ પામશે, જેને પણ ભારતમાં મેળવવામાં આવેલી સ્‍નકેડી  કીટ્‍સમાંથી એસેમ્‍બલ કરવામાં આવશે. ક્‍વાંગ નિન્‍હ પ્રાંતમાં સ્‍થિત આ સવલત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં વેલ્‍ડીંગ શોપ, પેઇન્‍ટ શોપ અને અંતિમ એસેમ્‍બલી લાઇનનો સમાવેશ થાય છે. સ્‍કોડાઓટોએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં વિયેતનામમાં પ્રવળત્તિઓનો પ્રારંભ કર્યો હતો અને મજબૂત વળદ્ધિની તક સાથેના પ્રદેશ એવા એસોસિયેશન ઓફ સાઉથ ઇસ્‍ટ એશિયન નેશન્‍સ(એસીમન)માં ફોક્‍સવેગન ગ્રુપની પ્રવળત્તિઓ પર દેખરેખ રાખે છે. વિયેતનામ અનેક એસીયન ના ઝડપથી વિકસતા માર્કેટમાંનું એક છે અને વ્‍યાપક ઇન્‍ડો- પેસિફિક રિજ્‍યનનું વ્‍યૂહાત્‍મક ગેટવે તરીકેની ગરજ સારે છે. વિયેતનામમાં પ્રવેશ કર્યો ત્‍યારથી ૧૫ સ્‍કોડાસેલ્‍સ આઉટલેટ્‍સ ખોલવામાં આવ્‍યા છે અને નેટવર્કને ૨૦૨૫ સુધીમાં ૩૨ ડીલરશિપ્‍સ સુધી વિસ્‍તારવાનું આયોજન છે.(૩૬-૩)

(2:27 PM IST)