<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

પૂજ્‍ય જલારામબાપાની પરંપરા ભોજન, ભજન અને ભક્‍તિનો સુભગ સમન્‍વય એટલે મહાજનની આ કથાઃ પૂજ્‍ય જીગ્નેશદાદા

ભાગવત એ ભગવાનનું વાંગ્‍મી સ્‍વરૂપ છે. ભાગવત ભગવાનનું શબ્‍દ વિગ્રહ છે.: પોતાનાં કર્તવ્‍યનું ભાન થવું અને નિષ્‍ઠાથી તેને બજાવવું તેનાથી મોટો ધર્મ આ સંસારમાં નથી. :પૂજ્‍ય જીગ્નેશદાદા દ્વારા ૩૯ વિદ્યામાં લાઠી- અમરેલી વચ્‍ચે તથાસ્‍તુ વિદ્યાપીઠ પરીસરનું નિર્માણ, ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે શિક્ષણ, નિઃસંતાન દંપતિ માટે ‘અમારૂ ઘર' વડીલોનો વિસામો, ‘મારૂ ઘર' કરીને અનાથાશ્રમ સહિત અનેક સંકલ્‍પોનું નિર્માણ. :મા-બાપને ક્‍યારેય તમારી સાથે ન રાખશો પણ સુખી થવું હોય તો તમે મા-બાપ ભેગા રહેજો. :યુવાનોને વ્‍યસનોથી દુર રહેવા અને આવડતનો ઉપયોગ બીજાને સુખી કરવાનો સંદેશ આપ્‍યો

અકિલા પરિવારને આશીષ પાઠવતા પૂ.જીગ્નેશદાદા : રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાના ભાગવતાચાર્ય પૂજય જીગ્નેશદાદા અકિલાના આંગણે પધાર્યા હતાં. અને  અકિલા પરીવારજનોને આશીર્વાદ આપ્‍યા હતાં. આ તકે તસ્‍વીરમાં ક્રમશઃ પ્રથમ તસ્‍વીરથી અકિલા પરીવારના પુજાબેન દવે, વૈશાલીબેન ગણાત્રા, કૃપાબેન ગોસ્‍વામી, દિવ્‍યાબેન પાણખાણીયા, દેવાંશીબેન પંચાલ, લબ્‍ધીબેન ગાંધી, જીગીશાબેન ભોગાયતા,  યશ્વી ગોસ્‍વામી,  રાજભા ઝાલા, ભાવેશ કુકડીયા, જીગીશાબેન ભોગાયતા, કિશોરભાઇ કારીયા, શરદ કારીયા, કમલેશ રામાનંદી, સુનીલભાઇ મકવાણા, ગીતાબેન ત્રિવેદી, મનોજ વિસોડીયા, દિપેશ સરવૈયા, ધવલ રાઠોડ, હરિશભાઇ સરવૈયા, ધ્રુમીલ પારેખ, ફાલ્‍ગુનભાઇ આહયા, અભીજીત બગથરીયા, નંદકિશોર આચાર્ય, હેતલબેન જાદવ, પ્રશાંત બક્ષી,  મિત ચુડાસમા, અનીલભાઇ દાસાણી અને ઉદયભાઇ વેગડા તસ્‍વીરમાં નજરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૩૧: ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતાથી રાજકોટનાં આંગણે રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત કથાકાર પૂજ્‍ય શ્રી જીગ્નેશદાદા (રાધે-રાધે)નાં શ્રીમુખેથી શ્રીમદ્‌ ભાગવત કથા પ્રવાહીત થઈ રહી છે. આજે પૂજ્‍ય જીગ્નેશદાદા અકિલાનાં આંગણે પધાર્યા હતા. ભાગવત અને ધર્મને લઈને તેઓએ અનેક ,પ્રશ્નોનાં ખુબ જ અર્થસભર પ્રત્‍યુતર અપ્‍યા હતા.

સંત, મહાત્‍મા કે કથાકારને બાપુ કહીને સંબોધીએ ત્‍યારે આપને દાદા તરીકેનું સંબોધન કઈ રીતે મળ્‍યું? પૂજ્‍ય જીગ્નેશદાદા એ જણાવ્‍યું કે, આપણે કાઠિયાવાડમાં પરંપરા છે કે, ગોરદાદાને દાદા કહીને બોલાવે. અને વિધ્‍વત જગતમાં કહેવાય છે કે જ્ઞાનથી પણ જે વધારે હોય તેને પણ દાદા કહી શકાય. આપણે એવું પ્રતિપાદિત નથી કરવું કે આપણે જ્ઞાનથી પણ વધુ છીએ પણ ગામડામાં ગોરદાદા કહીને બોલાવે એટલે લોકોએ દાદા તરીકે સ્‍વીકાર્યા છે.

શ્રીમદ્‌ ભાગવત કથા પ્રત્‍યે આપનો ભાવ શા માટે? પૂજ્‍ય જીગ્નેશદાદાએ જણાવ્‍યું કે, આખા વિશ્‍વમાં ગમે ત્‍યાં વરસાદનું ટીપું પડે પણ કોઈના માર્ગ શોધી સમુદ્ર સુધી ભળી જાય તેમ સંસારમાં ક્રિષ્‍ન ભગવાન એવા દેવ છે કે તમે ગમે તે ભગવાનને વંદન કરો તે કૃષ્‍ણ પાસે જ જાય છે. અને ભાગવત એક એવો પ્રતિપાદિત ગ્રંથ છે. જેમાં લોકો કૃષ્‍ણને ખુબ પ્રેમ કરે છે. કોઈપણ સંપ્રદમયનો માણસ કૃષ્‍ણને પ્રેમ નહીં કરે તેવું નહીં બને. ભાગવત એ ભગવાનનું વાંગ્‍મી સ્‍વરૂપ છે. જેમાં પરમાત્‍મા સ્‍વયં પોતાનું દિવ્‍ય તેજ પધરાવીને ગયા. કોઈપણ કથાકાર, વક્‍તા ભાગવતનો આશ્રય ચોક્કસ લેશે. તેમાંથી જે જોઈએ છે તે મળે છે.

કાળી કમળી વિશે પૂછતાં દાદા એ કહ્યું કે કોઈ ઉદ્‌ેશ નથી. સફેદ કપડાં પર કાળી કમળી સારી લાગે છે. એટલે ધારણ કરૂં છું.

રાજકોટ લોહાણા મહાજન વિશે અને તેમનાં દ્વારા કરવામાં આવેલ આ ભાગવત કથાનાં આયોજન વિશે પૂજ્‍ય જીગ્નેશદાદાએ જણાવ્‍યું કે, આ કથાનું આયોજન બહુ જ હિતાય- બહુજન સુખાયનાં એકમાત્ર ઉદે્‌શ સાથે થયું છે. એનો મને આનંદ છે. કથાથી પૂજ્‍ય જલારામ બાપાની પરંપરા ભોજન કરાવવું, ભજન કરવું અને ભક્‍તિનો સુભગ સમન્‍વય અત્‍યારે રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં તેજ કથામાં ઉદ્‌ેશ દેખાઈ રહ્યો છે. ભક્‍તિ એટલે માત્ર હાથમાં માળા લઈ, તીલક કરી બેસી જાવું એ ભક્‍તિ નથી.

પોતાનાં કર્તવ્‍યનું ભાન થઇ જાય તે મહત્‍વનું છે. આપણું કર્તવ્‍ય શું છે તે સમજાવવા આ ભાગથી કથા રાજકોટમાં આવી છે. પોતાના કર્તવ્‍યનું ભાન થાય અને તેને નિષ્‍ઠાથી બજાવે તેનાથી મોટો ધર્મ નથી આ સંસારમાં આ કથા ૧૮ વર્ણની છે.

 કથા શ્રવણ કર્યા પછી કર્તવ્‍ય સમજે છે. લોકો? પૂજા જીગ્નેશદાદાએ જણાવ્‍યું કે, અમે એવા લોકો અનુભવ્‍યા    છે કે લોકોએ કથાને પોતાનાં જીવનમાં ઉતારી હોય અને કથાને જીવન બનાવ્‍યું હોય ઉદાહરણ તરીકે લોખંડના જાડા સળિયાને હથોડા વધુ મારવા પડે એમ મનુષ્‍યને કથામાં બેઠા બેઠા બીજા /વિચારો આવતા હોય છે. જે લોખંડના મોટાં ગડર જેવા છે જેને તોડવા એક કથાથી નહીં થાય અનેક કથા જરૂરી છે.ભગવાનની કથાનાં પ્રહારથી સમાજમાં ખૂબ મોટી સફળતા મળશે.

આપ અનેક સામાજીક કાર્યો કરો છો. આપનાં સંકલ્‍પો શું છે? પૂજય જીગ્નેશદાદાએ જણાવ્‍યું કે, આ તથાસ્‍તુ વિદ્યાપીઠ રાધે-રાધે ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા બનાવવાનો સંકલ્‍પ કર્યો તે બાકી અમરેલી વચ્‍ચે ૩૯ વિદ્યામાં તથાસ્‍તુ વિદ્યાપીઠ પરીસર નિર્માણ થઇ રહ્યું છે. જેમાં કોઇ પણ સમાજનો બાળક આર્થિક ચિંતિત હોય તેને ભણાવવા છે.વ્‍યાસપીઠ કથાનાં માધ્‍યમથી એક-એક વ્‍યકિતને જોડી કેટલાયનાં ઘરની અંદર આવો દીવો પ્રગટાવી શકે છે. આ મારો સૌથી મોટો ઉદેશ છે.

અહિ ૧૧-૧૨ સાયન્‍સમાં છોકરાઓને ભણાવવાનાં છે. એક પણ રૂપિયો ફિ લેવાની નથી રહેવું, જમવું, ચોપડા- કપડાં બધું છે. પ્રાથમિકતા એ છે કે  બાળક ગરીબ પરીવારનો અને ભણવામાં હોશિયાર  હોવો જોઇએ. સાથે ભવિષ્‍યમાં જે પતિ-પત્‍નિને સંસારમાં સંતાન નહોય તેની સેવા કરવા ‘ અમારૂ ઘર' કરીને વડીલોના વિસામો બની રહ્યો છે. અને જે બાળકોને માતા-પિતા હોય તેમનાં માટે ‘‘મારૂ ઘર'' કરીને અનાથાશ્રમ બની રહ્યા છે. અહિં નિત્‍ય ભાગવતજીનો યજ્ઞ થાય છે, પ્રેમ મંદિરમાં ભગવાન રાધાઅકૃષ્‍ણજી બીરાજે છે, ગૌશાળા છે અને દર રવિવારે ભકતોને સાંજે ખીચડી પ્રસાદ અપાય છે. બ્રાહમણોનાં છોકરાવ માટે વેદ-વિદ્યાલયનું પણ નિર્માણ થઇ રહ્યું છે.

દ્વારકાધીશનાં દર્શન કે સાક્ષાત્‍કાર થયો છે? દાદ જણાવે છે કે, ભગવાન તો કયાં નથી? ભગવાને જ કહ્યુ ંછે કે  બધે જ છું અને બધામાં છું આજનાં
દિવસે યાદ કરીશ કે એક યાત્રાળુ ઘોડા પર વિરપુર પૂજય જલારામ બાપાને ત્‍યાં આવે. બપોરનાં તડકામાં યાત્રાળુ બાકી નીચે બેસી જાય તેની સેવા કરતાં કરતાં પૂજય જલારામ બાપાએ કહયું કે, આ વ્‍યકિત થાકી ગયો તો જે ઘોડા પર સવાર થઇને આવ્‍યો તે ઘોડો કેટલો થાકી ગયો હશે ? વિરપુરનો દાખલો છે કે બાપાએ યાત્રાળુને પાણી આપ્‍યું અને ઘોડાનાં પગ ગરમ પાણીથી જુવર્યા,‘કારણ બાપાને એમાં પણ ભગવાન દેખાયા. તેમ આ સંસારમાં અત્ર-તત્ર-સર્વત્ર જયાં જયાં આપણી નજર પડે અને નજર હોય તો ભગવાન દેખાય.

પૂજય જીગ્નેશદાદા એ કહેલું કે, વ્‍યાસપીઠથી અમે કહીએ છીએ કે વન પ્રવેશ થાય એટલે બધુ છોડી દેવું જોઇએ આપણું વન આખુ પુરૂ થાય તો પણ ભગવાન નથી ભજયા તો હું તો કહું  છું  તો કહું છું કે મા-બાપને કયારેય તમારી સાથે ન રાખશો સુખી થવું હોય તો તમે મા-બાપ ભેગા રહેજો. એ રીતે અપેક્ષા લઇને કયાંય જવાથી મોક્ષ નથી મળવાનો.

યુવાનોને સંદેશો આપતા પૂજય જીગ્નેશદાદાએ જણાવ્‍યું કે, સૌથી પહેલા વ્‍યસનોથી દુર થાજો, મા-બાપની સાથે રહેજો. પરમાત્‍માએ આપેલ અમુલ્‍ય જીવન આપણા માટે ન રહે ભગવાને આપણને જે આવડત આપી છે તેનાથી સુખી કરી શકીએ આવા ગુણધર્મો યુવાનોમાં આવે એજ પ્રાર્થના.(૪૦.૧૫)

કથા થી શું થાય?

ભાગવત કથાકાર પૂજયશ્રી જીગ્નેશ દાદાએ એક પ્રસંગ વર્ણવતા જણાવ્‍યું કે જયારે ૧૯૧૮ની સાલમાં સુરતમાં કથા કરતો હતો જેમાં મા-બાપ વિશે પ્રવચન આપતો હતો ત્‍યારે સાંજે એક યુવાન દંપતી મારા ઉતારે આવ્‍યા અને કહયું દાદા અમે આપની કથા સાંભળી. અમે અમારા મા-બાપથી ૮ થી ૧૦ મહીનામાં જુદા થઇ ગયા હતાં. અમે ૬ વર્ષથી અલગ રહીએ છીએ. યુવાને કહયું હું મારા પત્‍નિને કહેતો કે આપણે બા-બાપુજી સાથે રહેવું જોઇએ. આપની કથા સાંભળી પત્‍નિએ કહયું અહીંથી સીધા બા-બાપુજીને લેવા જઇશું અને આજીવન સાથે રહીશુ. કથા આ કરી શકે છે હજારો યુવાનોએ કથાના માધ્‍યમથી વ્‍યસનો છોડયા છે. મને આનંદ છે કે કથામાં મોટા ભાગે યુવાનો જોડાય છે.

કથા એટલે ધાર્મિક જ નહીં તેમાથી અનેક લોકોની આજીવીકા થાય છે.

પત્રકારત્‍વના સફેદ કપડામાં દાગ ન પડવા દીધો હોય તેવું વ્‍યકિતત્‍વ એટલે અકિલાનાં મોભી કિરીટભાઈ ગણાત્રા-અજીતભાઈ ગણાત્રા

ભાગવત કથાકાર પૂજ્‍યશ્રી જીગ્નેશદાદા એ જણાવ્‍યું હતું કે આ પહેલા રાજકોટમાં કથા થયેલી, ત્‍યારે પણ હું અકિલાના આંગણે આવેલો. સમાજ શ્રેષ્‍ઠી અને પત્રકારત્‍વ જેનાથી શોભે તેવા આદરણીય મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને શ્રી અજીતભાઈ ગણાત્રા વિશે પૂજ્‍ય જીગ્નેશદાદા એ કહયું કે પત્રકારત્‍વમાં સફેદ કપડા મળી ગયા છે પણ સફેદ કપડામાં દાગ ન પડવા દીધો હોય તો એ કિરીટભાઈ પોતે છે. તેઓ આટલું મોટું વ્‍યકિતત્‍વ છે હું તો લોકોને કહું છું કે, પ્રતિષ્‍ઠા મળ્‍યા પછી કપડામાં દાગ ન પડે તે જાણવું હોય તો એક વખત શ્રી કિરીટભાઈનાં વ્‍યકિતત્‍વને જાણો. પત્રકારત્‍વમાં તેમણે ખૂબ આપ્‍યું છે. દાદાએ શ્રી કિરીટભાઈને સારા સ્‍વાસ્‍થ્‍ય અને એમનાં નેતૃત્‍વમાં ખૂબ સારા વિચારો મળે તેવા આશીર્વચનો વરસાવ્‍યા હતા. તેમણે વડીલોના પગલે નાની પેઢી શ્રી નિમિષભાઈ પણ આગળ વધી રહયા, અંગે સંતોષ વ્‍યકત કર્યો હતો.

સનાતનને તોડવાની કોઇનામાં તાકાત જ નથીઃ પૂજ્‍ય જીગ્નેશદાદા

સનાતન ધર્મ પર થતા પ્રહારો વિશે પુજય જીગ્નેશદાદાએ જણાવ્‍યું કે, પરીક્ષા હંમેશા સોનાનીજ થાય. સનાતન સુવર્ણ હતું અને કાયમ રહેશે. સત્‍ય અને સનાતન ઉપર પ્રહારો થવા જોઇએ. એટલા માટે કે, સનાતન ઉપર પ્રહાર નહીં થાય ત્‍યા સુધી ખબર નહીં પડે કે આ મજબુત કેટલું છે? આ પ્રહારો વર્ષોથી થતા આવ્‍યા છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. સનાતની છીએ અને સનાતનને વફાદાર રહીએ. સનાતન ધર્મને તોડીને ભવિષ્‍યમાં નવો કોઇ ધર્મ સ્‍થાપવા માટેની આ સાજીસ તો નથી ને? દાદાએ કહયું તાકાત જ નથી. કારણ સનાતનમાં પરમાત્‍માને કોઇ તોડી શકે નહીં. વૃક્ષો વાવાઝોડામાં તુટી જાય પણ મુળ તુટતા નથી.

(3:07 PM IST)