<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

કાલથી કાર ખરીદવી થઈ જશે મોંઘી : વધુ કિંમત ચુકવવી પડશે

કાર નિર્માતાઓએ પોતાની પ્રોડક્‍ટ રેન્‍જની કિંમતોમાં વધારાની જાહેરાત કરી

મુંબઇ, તા.૩૧: ૧ એપ્રિલ, ૨૦૨૫થી કાર ખરીદવા ઈચ્‍છતા લોકોએ વધુ કિંમત ચુકવવી પડશે. કાર નિર્માતાઓએ પોતાની પ્રોડક્‍ટ રેન્‍જની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. કિંમત વધવા પાછળ એક નહીં ઘણા કારણ જવાબદાર છે. જેમાં ઇનપુટ અને કમોડિટીની વધતી કિંમતો અને વધતા ઓપરેશન ખર્ચ સામેલ છે.

મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા : મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રાએ પણ એપ્રિલ ૨૦૨૫થી પોતાની એસયુવી અને કોમર્શિયલ વ્‍હીકલ રેન્‍જમાં ૩ ટકાનો વધારો કરશે. કંપનીએ અન્‍ય કારણ સિવાય વધતો ઇનપુટ ખર્ચ અને કમોડિટીની વધેલી કિંમતોને કારણે આ નિર્ણય લીધો છે.

ટાટા મોટર્સ : ટાટા મોટર્સ નેક્‍સોન, પંચ, કર્વ, હેરિયર, સફારી, ટિગોર, ટિયાગો, અલ્‍ટ્રોઝ અને ટાટાની ઇલેક્‍ટ્રિક લાઇનઅપ સહિત તમામ ICE, CNG અને ઇલેક્‍ટ્રિક મોડલ્‍સમાં ૩ ટકાનો ભાવ વધારવા માટે તૈયાર છે. કંપનીએ કહ્‍યું છે કે વધતા ઈનપુટ કોસ્‍ટનો સામનો કરવા માટે આ વધારો જરૂરી છે.

મારુતિ : જાન્‍યુઆરી (૪ ટકા) અને ફેબ્રુઆરી (૧ ટકાથી ૪ ટકા)માં થયેલા વધારા પછી ૨૦૨૫માં મારુતિ સુઝુકીનો આ ત્રીજો ભાવ વધારો હશે.

હ્યુન્‍ડઈ : હ્યુન્‍ડઈએ પોતાની લાઇનઅપમાં ૩ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ગ્રાન્‍ડ i10 થી લઈને આયોનિક ૫ સુધી સામેલ છે. કંપનીએ આ વધારા માટે ઇનપુટ ખર્ચ, કોમોડિટીની કોસ્‍ટમાં વધારો અને ઓપરેશન કોસ્‍ટ વધવાનું કારણ જણાવ્‍યું છે.

કિઆ : કિઆ કમોડિટીની વધતી કિંમતો અને સપ્‍લાય ચેન એન્‍સચેન્‍જને કારણે પોતાની લાઇનઅપમાં ૩ ટકા સુધીનો વધારો કરશે.

હોન્‍ડા : હોન્‍ડા તેની સમગ્ર લાઇનઅપ ભાવ વધારો અમલમાં મૂકશે, જેમાં અમેઝ, સિટી, સિટી ઇઃએચઇવી અને એલિવેટનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી ભાવ કેટલા ટકા વધશે તે જાહેર કરવામાં આવ્‍યું નથી.

રેનો : રેનો ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે કિગર, ક્‍વિડ અને ટ્રાઈબર જેવા મોડલ માટે કિંમતોમાં ૨ ટકા સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે.(૨૩.૨૨)

(3:39 PM IST)