<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

માર્ચ ર૦ર૬ પછી દેશમાં ઇતિહાસ બની જશે નકસલવાદ

બીજાપુરમાં પ૦ નકસલીઓના આત્‍મસમપર્ણ પર બોલ્‍યા ગૃહમંત્રી અમિતભાઇ શાહ

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકાર નકસલીઓ વિરૂધ્‍ધ એકશન મોડમાં છે. રવિવારે બીજાપુર માં પ૦ નકસલીઓએ આત્‍મસમર્પણ કર્યુ હતુ અને હિંસાનો માર્ગ છોડીને મુખ્‍ય ધારામાં પાછા ફર્યા હતા.

બીજાપુરમાં પ૦ નકસલીઓના આત્‍મ સમર્પણ પછી કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે એકસ પર પોસ્‍ટ કરીને નકસલીઓના આત્‍મસર્પણને આવકાર્યું છે. તેમણે કહયું કે પુનર્વાસ કરીને તેમને મુખ્‍ય ધારા સાથે જોડવાનું કામ કરવામાં આવશે.

કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇએ રવિવારે સોશ્‍યલ મિડીયા એકસ પર લખ્‍યું કે બીજાપુરમાં પ૦ નકસલીઓએ આત્‍મસમર્પણ કર્યું તે બહુ આનંદની વાત છે. હિંસા અને હથિયાર છોડીને વિકાસની મુખ્‍યધારામાં સામેલ થનારાઓનું હું સ્‍વાયત કરૂ છું મોદીજીની  સ્‍પષ્‍ટ નીતિ છે કે જે પણ નકસલી હથિયાર છોડીને વિકાસનો માર્ગ અપનાવશે, તેમનો પુનર્વાસ કરીને તેમને મુખ્‍યધારામાં જોડવામાં આવશે. 

તેમણે લખ્‍યુ કે બાકી લોકોને પણ હું ફરી અપીલ કરૂ છું કે તેઓ હથિયાર છોડીને મુખ્‍ય ધારામાં પાછા આવે. ૩૧  માર્ચ ર૦ર૬ પછી દેશમાં નકસલવાદ માત્ર ઇતિહાસ બની રહી જશે. આ અમારો સંકલ્‍પ છે.

અત્રે જણાવી દઇએ કે આટલા મોટા પ્રમાણમાં નકસલીઓએ એક સાથે આત્‍મ સમર્પણ કર્યુ હોય તેવું આ પહેલીવાર બન્‍યું છે. માહિતી અનુસાર, આ નકસલીઓએ કેટલીયે ઘટનાઓને અંજામ આપ્‍યો હતો. પણ હવે તેઓ મુખ્‍ય ધારા સાથે જોડાવા માંગે છે. બીજી તરફ સુરક્ષાદળોની સતત કાર્યવાહીથી નકસલીઓમાં ભયનો મહોલ  છે. થોડા દિવસોમાંજ છત્તીસગઢના બીજાપુર અને સુકમા વિસ્‍તારમાં સુરક્ષાદળોએ અથડામણમાં કેટલાયે નકસલીઓને પતાવી દીધા છે. (૩૬-૧૦)

 

(3:40 PM IST)