હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એવો બોંબમારો કરીશ કે ...ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકી
અમારી મિસાઇલો પણ તૈયાર જ છેઃ ઇરાન,ઇરાન અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલીથી ખુલી શકે છે વધુ એક મોરચો

તહેરાનઃ અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી રહી છે. પરમાપણુડીલ કરવાની ના પાડયા પછી ટ્રમ્પ ઇરાન પર ભડકયા છે. તેમણે સીધી ધમકી આપી છે કે જો ઇરાન અમારી સાથે નવી પરમાણું સમજુતિ નહિ કરે તો એવો બોંબમારો કરીશ કે ઇરાને પહેલા કયારેય નહીં જોયો હોય ટ્રમ્પ ઇરાન પર ટેરીફ લગાવવાની પણ ધમકી આપી છે.
ઇરાને પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કરી લીધી છે મળતી માહિતી અનુસાર ઇરાની સેનાએ પોતાની મિસાઇલોને રેડી ટુ લોંચ મોડ પર તૈનાત કરી દીધી છે. એકસ પર ઇરાની સેનાએ કહયું કે ઇરાનની મિસાઇલો શહેરમાં લોંચરો પર લોડ કરાઇ છે. તે લોંચીંગ માટે તૈયાર છે. અમેરિકા અને તેના સહયોગીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.
તહેરાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, ઇરાનભરમાં અંડરગ્રાઉન્ડ શહેરોમાં લોંચ માટે તૈયાર મિસાઇલોની સંખ્યા બહુ વધારે છે. હાલમાં જ ઇરાને પોતાના અંડરગ્રાઉન્ડ મિસાઇલ સીટીનો એક વીડીયો પણ જાહેર કર્યો હતો. રવિવારે ટ્રમ્પે ધમકી આપી હતી કે જો તહેરાન પોતાના પરમાણું કાર્યક્રમને લઇને વોશીંગ્ટન સાથે સમજુતિ નહી કરે તો તેના પર બોંબમારો અને ટેરીફ લગાવવામાં આવશે.
દરમ્યાન ઇરાની રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયને પરમાણુ કાર્યક્રમ પર ટ્રમ્પ સાથે ડાયરેકટ વાતચીતની ના પાડી દીધી છે. જો કે તેમણે પડદા પાછળ વાતચીતની ઇચ્છા વ્યકત કરી છે. ઇરાની રાષ્ટ્રપતિએ કહયું છે કે અમે ઓમનના માધ્યમથી અમેરિકન રાષ્ટ્રપતિને જવાબી પત્ર મોકલ્યો છે. અમે સીધી વાતચીત ના વિકલ્પનો અસ્વીકાર કર્યો છે. (૩૬-૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
