<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

બેગ્‍કોકની ૩૩ માળની ઈમારત પડવા પાછળ ચીનનો હાથ?

સરકારે આપ્‍યાં તપાસના આદેશઃ ૭ દિવસમાં માંગ્‍યો રિપોર્ટ

નવી દિલ્‍હીઃ ગત દિવસોમાં મ્‍યાંમારમાં આવેલ ૭.૭ની તીવ્રતાના ભૂકંપમાં ૧૦૦૦ થી વધારે લોકોના મોત થઈ ચૂક્‍યા છે. આ ભૂકંપે સમગ્ર દેશમાં તારાજી વેરી હતી. ભૂકંપથી થાઈલેન્‍ડના બેંગ્‍કોકમાં ૩૩ માળની ગગનચૂંબી ઈમારત પડી ગઈ હતી. હવે આ ભૂકંપ કેવી રીતે આવ્‍યો, કેમ આવ્‍યો તે બાબતે તપાસ થઈ રહી છે.

થાઈલેન્‍ડના નાયબ વડાપ્રધાન અનુતિન ચર્ન વિરાકુલે શનિવારે પડી ગયેલ ઈમારતવાળી જગ્‍યાની મુલાકાત લીધી. અને ઘટનાની ત્‍વરિત તપાસના આદેશ આપ્‍યા, જેનાથી ઘણાં લોકોમાં એ જીજ્ઞાસા જાગી છે કે આખરે આ ગગનચૂંબી ઈમારતમાં શુ ગડબડ થઈ છે. તે બીલ્‍ડીંગનું નિર્માણ એક ચીની કંપનીની સાથે સંયુક્‍ત ઉદ્યોગ દ્વારા કરાઈ રહ્યું હતું. આ ઘટનામાં ચીનની એક બાંધકામ કંપનીની તપાસ કરાઈ રહી છે.

આ ૩૩ માળની ઈમારત, ક્રેનથી ઘેરાયેલી હોવા છતાં, ભૂકંપના તીવ્ર આંચકાઓમાં પડી ગઈ હતી. અત્‍યાર સુધીમાં તેના  મલબામાંથી આઠ લાશો બહાર કઢાઈ છે.

આટલી મોટી ઈમારત આટલી જલ્‍દી કેવી રીતે પડી ગઈ તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ડેમોક્રેટ પાર્ટીના એક સીવીલ એન્‍જીનીયર અને રાજકારણી એવા પ્રોફેસર સુચાચાવી સુવાનવાસે ‘ધ ટેલીગ્રાફ યુકે‘ને જણાવ્‍યું કે નિશ્‍ચીત રીતે કંઈક તો ગરબડ છે.

થાઈલેન્‍ડના નાયબ વડાપ્રધાને તાત્‍કાલિક તપાસના આદેશ આપ્‍યા છે. અને એક્‍સપર્ટ પેનલને ઈમારત પડવાનું કારણ જાણવા માટે ૭ દિવસનો સમય ઈટાલીયન-થાઈ ડેવલપમેંટ પીએલસી અને ચાઈના રેલ્‍વે નંબર ૧૦ (થાઈલેન્‍ડ) લીમીટેડ વચ્‍ચે એક સંયુક્‍ત સાહસ હતું. તેમાં ચીનની કંપની પાસે ૧૯ ટકા હિસ્‍સેદારી છે.

(4:00 PM IST)