<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

દાગીનાની હરાજીમાં સિદ્ધિવિનાયક મંદિરને ૧.૩૩ કરોડની આવક

 

મુંબઇ તા.૩૧: ગુડીપડવાના પાવન દિવસે ગઈ કાલે પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્‍તોએ ગણપતિબાપ્‍પાને ચડાવેલા દાગીનાની હરાજી કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં સોના-ચાંદીના ૨૦૭ દાગીના અને ચાંદીના સિક્કા સહિત ૨૨૫ વસ્‍તુઓની હરાજીમાં મોટા પ્રમાણમાં ભક્‍તોએ ભાગ લીધો હતો. મંદિરને આ હરાજીમાંથી ૧.૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી. હરાજી બાદ મંદિરના સંચાલકોએ હરાજીમાં મેળવેલા દાગીના સોંપ્‍યા હતા

(4:01 PM IST)