હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં પ્રદર્શન દરમ્યાન લુંટફાટઃ એક ભારતીય સહિત ૯ની ધરપકડ
પકડાયેલ ભારતીય આરોપી બિહારનો

કાઠમાંડુ, તા.૩૧: નેપાળમાં રાજાશાહીના સમર્થકોના પ્રદર્શન દશમ્યાન એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી વિભીન્ન વસ્તુઓની લુંટમાં સામેલ હોવાના આરોપમાં એક ભારતીય નાગરિક સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શુક્રવારે પ્રદર્શન દરમ્યાન અને તોડફોડ દરમ્યાન ભટભટેની ડિપાર્ટમેન્ટલ સ્ટોરને લુંટવાના આરોપમાં ધરપકડ કરાયેલ લોકોમાં બિહારના પટણાનો રહેવાસી રવિ રંજન કુમાર પણ સામેલ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ લોકોએ સ્ટોરમાંથી વ્હીસ્કીની બોતલો, ફળ, બીયર અને મેકઅપનો સામાન લુંટયો હતો.
કાઠમાંડુ પોલીસ દ્વારા જાહેર કરાયેલ એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલિસે ધરપકડ કરાયેલ લોકો વિરૂધ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. કાઠમાંડુના બનેશ્વર-તિનકુને વિસ્તારમાં રાજાશાહી સમર્થક પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો, એક રાજકીય પક્ષના કાર્યાલય પર હૂમલો કર્યો, વાહનોમાં આગ ચાંપી અને દુકાનોમાં લુંટફાટ કરી હતી.
હિંદુ રાજાને પાછા લાવવાની માંગણી કરી રહેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચેની અથડામણોમાં એક ટીવી કેમેરામેન સહિત બે લોકોના મોત થયા અને ૧૧૦ અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અનુસાર, આરપીપી મહામંત્રી ધવલ શમશેર રાણા અને ઉપાધ્યક્ષ રવીન્દ્ર મિશ્રા સહિત ૪૧ લોકો પર આરોપ લગાવાયા છે. હિંસક પ્રદર્શન બાબતે અત્યાર સુધીમાં ૧૧૦ લોકોની ધરપકડ કરાઈ છે.
રવિવારે નેપાળ અકાદમીના પૂર્વ કુલપતિ જગમન ગુરંગને રાજાશાહી લાવો અંદોલન સમિતિના પ્રમુખ બનાવાયા હતા. ગુરંગ સમિતિના કાર્યવાહક કમાંડર તરીકે કાર્યભાર સંભાળશે કારણકે સમિતિના કમાંડર કટ્ટર રાજભકત નવરાજ સુબેદીને હિંસક પ્રદર્શનો પછી ઘરમાં નજરકેદ કરી લેવાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
