<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

દક્ષિણ આફ્રિકામાં જરૂરિયાતમંદોને માટે બે ટન કરિયાણા સાથે 60,000 હનુમાન ચાલીસા વહેંચવામાં આવી

શેરનો પ્રિન્ટર્સ અને ઇલેક્ટ્રો ઓનલાઇન મીડિયાના સહયોગથી "વન મિલિયન હનુમાન ચાલીસા પહેલ": 2029 સુધીનું લક્ષ્ય

દક્ષિણ આફ્રિકા તા.31 માર્ચ 2025: દક્ષિણ આફ્રિકાના એક અગ્રણી હિન્દુ સંગઠને દેશભરના આઠ મંદિરોમાં હનુમાન ચાલીસાની 60,000 નાની પુસ્તિકાઓનું વિતરણ કર્યું છે. રવિવારે ગૌટેંગ પ્રાંતના વિવિધ ક્લબના બાઇકર્સના નેતૃત્વમાં SA હિન્દુ સંગઠનના સભ્યો દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાથે, તેમણે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે લગભગ બે ટન કરિયાણાની વસ્તુઓ પણ એકત્રિત કરી અને તેનું વિતરણ કર્યું હતું.

SA હિન્દુઝ ના સંસ્થાપક પંડિતા લ્યુસી સિગ્બોને પીટીઆઈને જણાવ્યું, "અમે ભાગ્યશાળી છીએ કે મંદિરોમાં આટલા બધા ભક્તો જોવા મળ્યા!. ખાસ કરીને ક્વાઝુલુ-નાતાલ (KZN) સહિતના પડોશી પ્રાંતોમાંથી, ઘણા લોકો આવ્યા અને ખૂબ જ ઉત્સાહથી આ ઝુંબેશને ટેકો આપ્યો."

'ભક્તોનો આભાર માનવો જોઈએ'
સિગ્બને કહ્યું, "અમે મંદિરના તમામ નેતૃત્વ અને ભક્તોના આભારી છીએ જેમણે જરૂરિયાતમંદોને કરિયાણાનો સામાન આપીને તેમના જીવનને સુધારવામાં મદદ કરી છે." દક્ષિણ આફ્રિકાના હિન્દુઓએ 24 ઓગસ્ટ 2024 ના રોજ ભક્તિ મહોત્સવ દરમિયાન શેરનો પ્રિન્ટર્સ અને ઇલેક્ટ્રો ઓનલાઇન મીડિયાના સહયોગથી "વન મિલિયન હનુમાન ચાલીસા પહેલ" શરૂ કરી છે. તેમનો ધ્યેય 2029 સુધીમાં દસ લાખ હનુમાન ચાલીસા પુસ્તિકાઓનું વિતરણ કરવાનો છે.

શેરનો પ્રિન્ટર્સના માલિક નિરન સિંહે આ વાત કહી
શેરનો પ્રિન્ટર્સના માલિક નિરન સિંહે જણાવ્યું હતું કે, "આ પહેલનો ભાગ બનવાનો અમને ખૂબ આનંદ છે કારણ કે તે દક્ષિણ આફ્રિકાના હિન્દુઓમાં આધ્યાત્મિક જ્ઞાન અને સેવાની ભાવનાને આગળ વધારવામાં મદદ કરે છે." થ્રોટલ કલેક્ટિવના સહ-સ્થાપક મૃણાલ ભગવાને કહ્યું: "આ પહેલ આપણા સમાજને એક કરે છે તે જોઈને આનંદ થાય છે. ગૌટેંગનો બાઇકિંગ સમાજ અમારા આહ્વાનને સમર્થન આપવા અને આ અભિયાનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બહાર આવ્યો છે."

5 વર્ષમાં દસ લાખ હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવશે
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, દક્ષિણ આફ્રિકાના એક અગ્રણી હિન્દુ સંગઠને આગામી પાંચ વર્ષમાં હનુમાન ચાલીસાની દસ લાખ પોકેટ-સાઈઝ નકલો મફતમાં વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન, દક્ષિણ આફ્રિકા હિન્દુઓના સ્થાપક પંડિતા લ્યુસી સિગ્બોને જણાવ્યું હતું કે, "અમે આધ્યાત્મિક વિકાસ, સમુદાય સેવા અને સાંસ્કૃતિક સંરક્ષણની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં દક્ષિણ આફ્રિકાના એક ડઝનથી વધુ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો."

 

(5:28 PM IST)