News of Monday, 31st March 2025
સંઘના સિનિયર નેતા ભૈયાજી જોશીએ કહ્યું - છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનની કબર બંધાવી
ભૈયાજી જોશીએ કબર વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. ભૈયાજી જોશીએ કહ્યું કે આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે,

મહારાષ્ટ્રના સંભાજી નગરમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવાનો મામલો વિવાદમાં છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના બીજા લોકો ઔરંગઝેબની કબર હટાવાની માગ કરી રહ્યાં છે. ત્યારે હવે આરએસએસના સિનિયર નેતા ભૈયાજી જોશીએ કબર વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. ભૈયાજી જોશીએ કહ્યું કે આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે, જેને શ્રદ્ધા હોય તે કબરે જશે. તેમણે કહ્યું, 'ઔરંગઝેબની કબરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે.' તેમનું મૃત્યુ અહીં થયું હતું તેથી તેમની કબર અહીં બનાવવામાં આવી છે.
ભૈયાજી જોશીએ કહ્યું કે બીજાપુરના સુલતાન સેનાપતિ અફઝલ ખાનને પ્રતાપગઢ કિલ્લા પાસે દફનાવવામાં આવ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજની પરવાનગી વિના આ શક્ય ન હતું.
ભૈયાજી જોશીએ કહ્યું કે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ (રોલ મોડેલ) છે. તેમણે અફઝલ ખાનનો મકબરો બનાવ્યો. તે ભારતની ઉદારતા અને સમાવેશકતાનું પ્રતીક છે.
ઔરંગઝેબ કબર વિવાદમાં ઝૂકાવતાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ એવું કહ્યું કે ઔરંગઝેબની કબર હટાવાનો મામલો બિનજરુરી છે. લોકો તેની પર વિશ્વાસ ન કરવો જોઈએ. રાજ ઠાકરેએ યુવાનોને વોટ્સએપ પરથી ઈતિહાસનું જ્ઞાન ન લેવાની અપીલ કરી હતી. ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુઘલ શાસક ઔરંગઝેબે મહારાષ્ટ્રમાં 27 વર્ષ મરાઠાઓ સામે લડ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના વારસાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ આખરે નિષ્ફળ ગયો. શિવાજી મહારાજના મૃત્યુ છતાં, ઔરંગઝેબ તેમની વિચારધારાને ભૂંસી નાખવાના નિષ્ફળ પ્રયાસમાં મહારાષ્ટ્રમાં રહ્યો. શિવાજીના પુત્ર સંભાજી મહારાજે પણ ઔરંગઝેબના પુત્રને આગ્રાથી ભાગી જતા આશ્રય આપ્યો હતો.
મુઘલ બાદશાહ ઔરંગઝેબે મરાઠાઓને કચડી નાખવા માટે અફઝલ ખાનની આગેવાનીમાં એક મોટું લશ્કર પુણે મોકલ્યું હતું પરંતુ શિવાજી મહારાજે તેમના પસંદગીના સાથીઓ સાથે મધરાતે અફઝલ ખાનના મહેલ પર હુમલો કરીને તેને વાઘનખથી મારી નાખ્યો હતો.
બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ તથા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિતના બીજા લોકોએ સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવાની બુલંદ માગ કરી છે. જોકે હવે સીએમ ન હટાવાનું જાહેર કરીને મામલો શાંત પાડ્યો છે.મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રના સંભાજી નગરમાં આવેલી છે. બાદશાહ તરીકેના અંતિમ વર્ષોમાં ઔરંગઝેબે મરાઠા સામે લડવા અહમદનગરમાં પડાવ નાખ્યો હતો તે દરમિયાન તેનું અવસાન અહીં થયું હતું અને તેને ખુલ્દાબાદ (નવું નામ સંભાજી નગર)માં દફનાવાયો હતો
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
