<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

શિકારી ખુદ શિકાર બન્યો : સાયબર છેતરપિંડી કરનારને જાળમાં ફસાવીને તેની પાસેથી 10 હજાર પડાવ્યા : પોલીસે સન્માન કર્યું

ડીજીપી અને મંત્રીએ ભૂપેન્દ્રને આ સાહસિક પગલા માટે સન્માનિત કર્યા : છેતરપિંડી કરનાર વ્યક્તિએ સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરતા ભૂપેન્દ્રને ફોન કર્યો અને તેના પર અશ્લીલ વીડિયો જોવાનો આરોપ લગાવ્યો હતો

કાનપુરમાં એક યુવકે સાયબર છેતરપિંડી કરનારને પોતાની જ જાળમાં ફસાવીને તેની પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લીધા છે. છેતરપિંડી કરનાર વ્યક્તિએ સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરતા ભૂપેન્દ્રને ફોન કર્યો અને તેના પર અશ્લીલ વીડિયો જોવાનો આરોપ લગાવ્યો અને કેસ બંધ કરવા માટે 16 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ભૂપેન્દ્રએ સતર્કતા અને બુદ્ધિમત્તા બતાવીને છેતરપિંડી કરનારને પોતાની જ જાળમાં ફસાવી અને વિવિધ બહાનાઓ દ્વારા પોતાના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં ડીજીપી પ્રશાંત કુમાર અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અસીમ અરુણે ભૂપેન્દ્રને આ સાહસિક પગલા માટે સન્માનિત કર્યા. આ ઉપરાંત સાયબર ક્રાઈમ ટીમ ટૂંક સમયમાં એક વીડિયો બહાર પાડશે, જેમાં બતાવવામાં આવશે કે ભૂપેન્દ્રએ કેવી રીતે છેતરપિંડી કરનારને પોતાની યુક્તિમાં ફસાયો.

આ ક્રમમાં પોલીસ કમિશનર અખિલ કુમાર અને એડિશનલ સીપી હરીશ ચંદરે પણ ભૂપેન્દ્રને મળ્યા હતા. બંને વરિષ્ઠ અધિકારીઓએ ભૂપેન્દ્ર સાથે વાત કરી અને સમજવાનો પ્રયાસ કર્યો કે તેણે સાયબર છેતરપિંડી કરનારને કેવી રીતે છેતર્યો. ભૂપેન્દ્રની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ છે.

(8:19 PM IST)