<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

પોલિસી લેતી વખતે દારૂ પીવાની હકીકત છુપાવી : સુપ્રીમ કોર્ટે હેલ્‍થ ક્‍લેમ દાવો નકાર્યો

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્‍યો છે કે જો પોલિસીધારકે પોલિસી ખરીદતી વખતે પોતાની દારૂ પીવાની આદત છુપાવી હોય તો વીમા કંપનીઓ દાવાને નકારી શકે છે

 

 

નવી દિલ્‍હી, તા.૧: સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્‍યો છે કે જો પોલિસીધારકે પોલિસી ખરીદતી વખતે દારૂ પીવાની આદત છુપાવી હોય તો વીમા કંપનીઓ દારૂ સંબંધિત સ્‍વાસ્‍થ્‍ય દાવાઓને નકારી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં, કંપનીની યોજના હેઠળ હોસ્‍પિટલમાં દાખલ થવા દરમિયાન પોલિસીધારકના દાવાને નકારી કાઢવાના વીમા કંપનીના નિર્ણયને સ્‍વીકાર્યો. તેણે પોતાની દારૂ પીવાની આદત વિશે ખોટી માહિતી આપી હતી.

જસ્‍ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્‍ચે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના આદેશ સામે વીમા કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કર્યા પછી ૩ માર્ચે ચુકાદો આપ્‍યો હતો. વીમા કંપનીને રૂ. ૫,૨૧,૬૫૦ અને અન્‍ય ખર્ચ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો હતો. પોલિસી લેનાર વ્‍યક્‍તિનું એક મહિના સુધી હોસ્‍પિટલમાં દાખલ થયા પછી મૃત્‍યુ થયું. વીમા કંપનીએ તે પુરુષની પત્‍નિનો દાવો એ આધાર પર નકારી કાઢયો હતો કે તેણે તેની દારૂ પીવાની આદતો વિશે માહિતી છુપાવી હતી.

બોમ્‍બે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્‍યો છે કે મેડિકલેમ પોલિસી હેઠળ વ્‍યક્‍તિને મળેલા પૈસા મોટર વાહન કાયદાની જોગવાઈઓ હેઠળ દાવેદારને તબીબી ખર્ચ માટે ચૂકવવાપાત્ર વળતરની રકમમાંથી કાપી શકાતા નથી. કોર્ટે કહ્‍યું કે મેડિકલેમ પોલિસી હેઠળ, દાવેદાર અને વીમા કંપની વચ્‍ચેના કરાર મુજબ પૈસા પ્રાપ્‍ત થાય છે.(૨૩.૩)

(9:44 AM IST)