<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ભારે કરીઃ ઈદના દિવસે મહિલાએ ૧૪મા બાળકને જન્‍મ આપ્‍યો, એમ્‍બ્‍યુલન્‍સમાં થઈ ડિલીવરી, એક બાળક તો સંબંધીને આપી દીધું

હાપુર,તા.૧:  ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં મહિલાએ ઈદના દિવસે ૧૪મા બાળકને જન્‍મ આપ્‍યો છે. આ મામલો હાપુડના પિલખુવા એરિયાનો છે. જ્‍યાં ગુડિયા નામની એક મહિલાને પ્રસવ પીડા થયા બાદ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા તેને હોસ્‍પિટલે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન હોસ્‍પિટલ નજીક પહોંચતા જ મહિલાએ એમ્‍બ્‍યુલન્‍સમાં બાળકીને જન્‍મ આપ્‍યો. જેને હાપુડ સીએચસીમાં દાખલ કરાવી હતી. આ મામલો સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

આધાર કાર્ડ અનુસાર, ઈમામુદ્દીનની પત્‍ની ગુડિયાની ઉંમર લગભગ ૪૧ વર્ષ છે. જેના મોટા દીકરા સાહિલની ઉંમર ૨૨ વર્ષ છે. મહિલાએ ૧૪મા બાળક તરીકે દીકરીને જન્‍મ આપ્‍યો છે. બાળકના જન્‍મ બાદ હોસ્‍પિટલમાં ડોક્‍ટર્સે બાળક અને માતાની તપાસ કરી, જેમાં બંને સ્‍વસ્‍થ હોવાનું સામે આવ્‍યું છે.

મહિલાને પ્રસવ પીડા થતાં પરિવાર દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ પર ફોન કરવામાં આવ્‍યો, જે બાદ તરત એમ્‍બ્‍યુલન્‍સ ગર્ભવતી મહિલાને લઈને હોસ્‍પિટલે આવી ગઈ, પણ રસ્‍તામાં મહિલાએ બાળકીને જન્‍મ આપ્‍યો. આ મામલાને લઈને હોસ્‍પિટલના સીએમએસ ડોક્‍ટર હેમલતાએ જણાવ્‍યું કે, અમારે ત્‍યાં ગુડિયા નામની દર્દી આવી હતી. જેણે એમ્‍બ્‍યુલન્‍સમાં જ બાળકીને જન્‍મ આપ્‍યો હતો. સૂચના મળતા જ બંનેને હોસ્‍પિટલમાં શિફ્‌ટ કર્યા, મહિલાના પતિનું નામ ઈમામુદ્દીન છે.

મહિલાના મોટા દીકરા સાહિલે જાણકારી આપી છે કે તેની માતાએ ૧૪મા બાળકને જન્‍મ આપ્‍યો છે. કુલ ૯ ભાઈ-બહેન છે, જેમાં ૫ ભાઈ અને ૪ બહેન છે. ત્રણ બાળકોના મોત થઈ ચૂકયા છે. તો વળી એક બાળક પરિવારના સંબંધીને આપી દીધું છે. હવે વધુ એક બહેનનો જન્‍મ થયો છે. બાળક અને માતા બંને સ્‍વસ્‍થ છે.(૪૦.૬)

(9:54 AM IST)