<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

બોસે કહ્યું કે ૧૦૦ વાર લખો, હું તમને નામથી નહીં બોલાવું

પ્રોફેશનલ કલ્‍ચરમાં ઓફિસમાં બધાને નામથી બોલાવવાની પ્રથા છે, પણ હજીયે કેટલીક કંપનીઓના બોસને ‘સર' કે ‘મેમ' સાંભળવાનું વધુ ગમે છે

નવી દિલ્‍હી,તા.૧: પ્રોફેશનલ કલ્‍ચરમાં ઓફિસમાં બધાને નામથી બોલાવવાની પ્રથા છે, પણ હજીયે કેટલીક કંપનીઓના બોસને ‘સર' કે ‘મેમ' સાંભળવાનું વધુ ગમે છે. રેડિટ પર એક મહિલાએ પોતાના ફ્રેન્‍ડ સાથે ઓફિસમાં થયેલી ઘટના વિશેની ચેટ સોશ્‍યલ મીડિયામાં શેર કરી હતી. એમાં આ મહિલાએ લખ્‍યું હતું કે આજે મારી ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર (CEO) સાથે જે થયું એ તમે માનશો નહીં... તેની કંપનીની મહિલા CEOએ ઓર્ડર કર્યો હતો કે ‘હવેથી હું તમને નામથી નહીં બોલાવું' એ વાકય ૧૦૦ વાર લખો. વાત એમ હતી કે મહિલા આ કંપનીમાં લગભગ એક વર્ષથી કામ કરતી હતી અને અત્‍યાર સુધી તે CEOને નામથી જ બોલાવતી હતી, પણ એક દિવસ અચાનક શું થયું કે બોસે ફતવો બહાર પાડ્‍યો કે મને હવે મેમ કહીને જ સંબોધવાની. આ મહિલાએ ભૂલ કરી તો એ સુધારવા માટે તેને એક વાકય ૧૦૦ વાર લખવાનું કહ્યું. પેલી મહિલા કહે છે કે મારે એમ કરવું પડ્‍યું હતું.(૪૦.૨)

 

(9:55 AM IST)