હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આવી રહ્યો છે Apple નો AI ડૉક્ટરઃ iPhoneથી લઈને Watch સુધી મળશે આ ફિચર્સ!
એપલ ઇકોસિસ્ટમમાં ઘણી સ્વાસ્થ્ય-કેન્દ્રિત સુવિધાઓ છે, જેમાં હાર્ટ રેટ મોનિટરિંગ, SPo2 સેન્સર, ECG વગેરેનો સમાવેશ થાય છે

ન્યુયોર્ક તા.૧: એપલ ધીમે-ધીમે તેના ઇકોસિસ્ટમમાં AI સુવિધાઓનો સમાવેશ કરી રહ્યું છે. હવે કંપની તેના ઉત્પાદનમાં AI ડોક્ટર જેવી સેવાઓનો સમાવેશ કરી શકે છે. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાંથી મળી છે. તમને જણાવી દઈએ કે જીવન બચાવતી સુવિધાઓ પહેલાથી જ iPhone, Apple Watch અને AirPods વગેરેમાં હાજર છે. એપલ ઇકોસિસ્ટમમાં ઘણી સ્વાસ્થ્ય-કેન્દ્રિત સુવિધાઓ છે, જેમાં હાર્ટ રેટ મોનિટરિંગ, SPo2 સેન્સર, ચ્ઘ્ઞ્ વગેરેનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગના માર્ક ગુરમેન તરફથી માહિતી મળી છે કે એપલ તેની સૌથી મોટી સ્વાસ્થ્ય-કેન્દ્રિત સુવિધાઓ પર કામ કરી રહી છે. વપરાશકર્તાઓ આઇફોન અને હેલ્થ એપમાં હેલ્થ કોચ ઇન્ટિગ્રેશનની સુવિધા મેળવી શકે છે.
અહેવાલો અનુસાર, આ નવી સુવિધા એક પ્રકારનો વર્ચ્યુઅલ ડૉક્ટર હશે, એટલે કે, તે એક AI ડૉક્ટર હશે. જે વપરાશકર્તાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ અંગે હાલમાં તાલીમ ચાલી રહી છે અને તબીબી વ્યાવસાયિકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.એપલ પહેલાથી જ ઘણી સુવિધાઓ -દાન કરે છે
છેલ્લા કેટલાંક વર્ષોમાં, એપલે તેના ઘણા ઉત્પાદનોમાં નવી હેલ્થ ટ્રેકિંગ સુવિધાઓનો સમાવેશ કર્યો છે. જેમાં એપલ વોચ અને એરપોડ્સનો સમાવેશ થાય છે. તેમાં ચ્ઘ્ઞ્ મોનિટરિંગ અને ફોલ ડિટેક્શન નામની સુવિધા છે.
AI સ્વાસ્થ્ય સલાહ આપવા માટે કામ કરી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે કંપની લાંબા ગાળાના વિઝન પર નજર રાખી રહી છે, જેમાં તે ડેટા સંગ્રહથી આગળ વધશે. હવે કંપનીનું ધ્યાન AIની મદદથી આરોગ્ય સલાહ આપવા પર છે.
એપલ હેલ્થ એપમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપલ હેલ્થ એપમાં નવી સુવિધાઓ આપવાનું કામ શરૂ થઈ ગયું છે. આ નવી સુવિધા iOS ૧૯ ઇન્ટિગ્રેશન સાથે આવે છે. AI હેલ્થ કોચ ફીચરનું કામ હેલ્થ ડેટાનું વિશ્લેષણ કરવાનું છે.iPhone માં AI Doctor ફીચર આ રીતે કામ કરશે
એપલના આગામી AI હેલ્થ કોચ ફીચર્સ વિશે રિપોર્ટ્સમાં માહિતી આપવામાં આવી છે. આ એક વર્ચ્યુઅલ મેડિકલ આસિસ્ટન્ટ ફીચર છે, જે હેલ્થ એપની અંદર હશે. આ ફીચર iPhone, Apple Watch અને અન્ય એસેસરીઝમાંથી આવતા ડેટાનું વિશ્લેષણ કરશે અને પછી વપરાશકર્તાઓને રિપોર્ટ આપશે. તેનો રિપોર્ટ કેવો આવશે તે આગામી દિવસોમાં જાણવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
