હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જો તમે રશિયા પાસેથી તેલ ખરીદશો તો અમે ૫૦% સુધીની ડયુટી લાદીશું
રશિયા પાસેથી તેલ ખરીદનારાઓને ટ્રમ્પની ચેતવણીઃ યુક્રેન યુદ્ધ પછી રશિયા ભારત માટે ક્રૂડ ઓઇલ સપ્લાયનો સૌથી મોટોસ્ત્રોત રહ્યો છે : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શાંતિ વાટાઘાટોમાં ધીમી-ગતિથી હતાશ ટ્રમ્પે રશિયા સામે ગૌણ પ્રતિબંધોની ધમકી આપી

વોશીંગ્ટન,તા.૧: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શાંતિ વાટાઘાટોમાં ધીમી પ્રગતિથી હતાશ ટ્રમ્પે રવિવારે રશિયા સામે ગૌણ પ્રતિબંધોની ધમકી આપી હતી. તેમણે સંકેત આપ્યો કે જ્યાં સુધી પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે સંમત ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશોની નિકાસ પર ૨૫ થી ૫૦ ટકા સુધીની ડ્યુટી લાદી શકે છે. તાજેતરમાં, ટ્રમ્પે વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર ૨૫ ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી, જે ૨ એપ્રિલથી અમલમાં આવશે.
એક અધિકારીએ કહ્યું, આ અમેરિકા-રશિયા સંબંધોમાં એક નવો વિકાસ છે. બંને દેશો વચ્ચે પહેલેથી જ અસ્થિર રાજદ્વારી પરિસ્થિતિ હવે વધુ અણધારી બની ગઈ છે. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.
ટ્રમ્પની તાજેતરની ધમકીએ સરકારી અધિકારીઓને ખળભળાટ મચાવી દીધો છે કારણ કે નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પ્રથમ નવ મહિનામાં મૂલ્યની દ્રષ્ટિએ ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ૩૬.૪૭ ટકા હતો, જે નાણાકીય વર્ષ ૨૪ના સમાન સમયગાળામાં ૩૩.૭૧ ટકા અને નાણાકીય વર્ષ ૨૩ માં ૧૬.૭૨ ટકા હતો. યુક્રેન યુદ્ધ પહેલા, ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો ૧ ટકા કરતા પણ ઓછો હતો, પરંતુ હવે તે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈત જેવા પરંપરાગત દેશોને પાછળ છોડીને સૌથી મોટો સપ્લાયર બની ગયો છે.દરમિયાન, અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં, યુએસમાં કુલ ઼૬૦ બિલિયનની નિકાસ કરવામાં આવી હતી, જે કુલ નિકાસના ૧૮.૬૨ ટકા છે.
રશિયામાંથી કાચા તેલની આયાત પર પહેલાથી જ દબાણ છે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનના નેતળત્વ હેઠળની સરકારે ૧૦ જાન્યુઆરીએ રશિયા સામે તેના અત્યાર સુધીના સૌથી વ્યાપક પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જેમાં તેલ ઉત્પાદકો, શિપિંગ કંપનીઓ, વેપારીઓ અને બંદરોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મુખ્ય રશિયન તેલ અને ગેસ કંપનીઓ ગેઝપ્રોમ નેફ્ટ અને સુરગુટનેફ્ટેગાસ પર પ્રતિબંધો લાદ્યા છે. ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઇલનું પરિવહન કરતા ૧૮૩ જહાજોને પણ બ્લેકલિસ્ટ કર્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભૂતકાળમાં પણ અચાનક નીતિગત ફેરફારો અને ભૂ-રાજકીય વિક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું, તાજેતરના મહિનાઓ અને ગયા વર્ષે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. અમારા આયાતકારો સતત અન્ય ઉત્પાદક દેશો સાથે વાત કરી રહ્યા છે.(૪૦.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
